વિદેશી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ગુજરાત મુખ્ય, કોરોના મહામારી વચ્ચે પણ સંખ્યામાં વધારો
કોરોના માહામારી વચ્ચે પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ માટે 2300 થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: કોરોના માહામારી વચ્ચે પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ માટે 2300 થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.
આ વિશે જાણકારી આપતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ કે જે દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માગતા હોય છે તેમને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ તરફથી પ્રવેશની કાર્યવાહી કરાવવામાં આવે છે. આ વખતે વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે પણ 2300 થી વધુ વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા કોર્ષમાં પ્રવેશ મેળવવા રસ દાખવ્યો છે.
મહત્તમ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ, લેંગ્વેજીસ, લિટરેચર, આર્ટ્સ જેવા વિષયોમાં અભ્યાસ કરવા ઇચ્છી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષમાં એરોનોટિક્સ, આર્ટિફીશયલ ઇન્ટેલિજન્સ મશિન લર્નીગ, ડેટા સાયન્સ, હ્યુમન જીનેટીક્સ, બાયો ઇન્ફોર્મેટિક્સ સહીતના વિવિધ અભ્યાસક્રમો શરૂ કરાયા છે જેની ડિમાન્ડ ન ફક્ત ભારતમાં છે પરંતુ સમગ્ર વિશ્વમાં છે.
આ પણ વાંચો:- ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ કરી જાહેર, અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવાયા
જેના કારણે જ 2300 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ માટે અરજી કરી છે. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2018-19 માં 35 વિદ્યાર્થીઓ, વર્ષ 2019-20માં 51 વિદ્યાર્થીઓ જ્યારે વર્ષે 2020-21માં 151 વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રીકન દેશોના વિદ્યાર્થીઓ અહી મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે