સંવેદના ભૂલ્યું ગાંધીનગરનું તંત્ર, કોરોનાના ચાર મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા
Trending Photos
- કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેંટાબકરા હોય તે રીતે તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
- આવી ઘટના અનેક સમયથી બની રહી હોવાની તારીખ અને ટાઈમ સાથે વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક જ એમ્બ્યૂલન્સમાં ચારથી પાંચ મૃતદેહો લઈ જવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટના ગુજરાત સરકારના સબસલામતના દાવાને પોકળ સાબિત કરે છે. સરકારી આંકડાથી વિપરિત એવી આ તસવીર ગાંધીનગરમાં જોવા મળી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેંટાબકરા હોય તે રીતે તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં છે. ગાંધીનગરના સેક્ટર-3ના અંતિમ ધામના આ દ્રશ્યો છે. એકસાથે ચાર મૃતદેહો લઈ જવામાં આવે તે ગંભીર બાબત છે. પરિવારોને મૃતદેહ સોંપાતો નથી, અને બીજી તરફ આવી રીતે તેમના મૃતદેહોને લઈ જવાય છે. જે લોકોની લાગણી સાથે ચેડા છે. આ ઘટનામાં નાયબ મુખ્યમંત્રીએ તપાસના આદેશ પણ સોંપ્યા છે.
આ પણ વાંચો : નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું, મરનારા તમારા સગા હોત તો...??
વહીવટી તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરાયો
ગાંધીનગરના સ્મશાનગૃહમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર-પાંચ મૃતદેહ લઈ જવાના મામલે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે ગંભીર ગણાવીને આવી ઘટના પ્રથમવાર જ બની હોવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગીને પગલાં ભરવામાં આવશે.
આવું વારંવાર બને છે - વિરોધ પક્ષના નેતા
તો બીજી તરફ, ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મેયરનો દાવો ખોટો હોવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે, એક જ શબવાહિનીમાં તો એક કરતાં વધુ મૃતદેહો લાંબા સમયથી લઈ જવામાં આવે છે. વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, પોતાના જ પરિવારના એક સભ્યના મૃત્યુ વખતે પણ ત્રણ ત્રણ મૃત્યુદેહ લઈ જવામાં આવ્યા હતા. આવી ઘટના અનેક સમયથી બની રહી હોવાની તારીખ અને ટાઈમ સાથે વિરોધ પક્ષના નેતાએ દાવો કરી મહાનગરપાલિકામાં મોતનો મલાજો પણ જળવાતો ન હોવાનું કહ્યું.
તો બીજી તરફ અધિકારીઓ દ્વારા એમ્બ્યૂલન્સ ઉપલબ્ધ ન હતી, તેથી આ રીતે મૃતદેહો લઈ જવામા આવ્યા હતા તેવી વાત કરાઈ છે. પણ આ કોઈ માનવતા નથી. આ તો સંવેદનહીનતા છે.
આ પણ વાંચો : માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે