મોબાઈલની ખરીદી પર પર મેળવો કાશ્મીર ફાઈલ્સની ફ્રી ટિકિટ, ફિલ્મને પ્રમોટ કરવા ગુજરાતી વેપારીઓનું અનોખુ માર્કેટિંગ

બોલિવુડની બહુચર્ચિત કાશ્મીર ફાઈલ ફિલ્મને લોકો વખાણી રહ્યાં છે, સાથે તેને સપોર્ટ અને પ્રમોટ કરી રહ્યાં છે. ત્યારે જેતપુરના મોબાઇલ વેપારી લોકોને કાશ્મીર ફાઈલ ફિલ્મની ટિકિટ આપીને આ ફિલ્મ જોવા પ્રેરી રહ્યાં છે. 
મોબાઈલની ખરીદી પર પર મેળવો કાશ્મીર ફાઈલ્સની ફ્રી ટિકિટ, ફિલ્મને પ્રમોટ કરવા ગુજરાતી વેપારીઓનું અનોખુ માર્કેટિંગ

નરેશ ભાલિયા/જેતપુર :બોલિવુડની બહુચર્ચિત કાશ્મીર ફાઈલ ફિલ્મને લોકો વખાણી રહ્યાં છે, સાથે તેને સપોર્ટ અને પ્રમોટ કરી રહ્યાં છે. ત્યારે જેતપુરના મોબાઇલ વેપારી લોકોને કાશ્મીર ફાઈલ ફિલ્મની ટિકિટ આપીને આ ફિલ્મ જોવા પ્રેરી રહ્યાં છે. 

દેશભરમાં કાશ્મીર ફાઈલ ફિલ્મને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આ ફિલ્મને પોતપોતાની રીતે સપોર્ટ કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ કાશ્મીર ફાઈલ ફિલ્મને લઈને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેતપુરમાં પણ વેપારીઓએ કાશ્મીર ફાઈલને લઈને ઉત્સાહ દાખવ્યો છે. સ્થાનિક વેપારીઓ આ ફિલ્મને આવકારી રહ્યા છે. જેમાં ચાની કીટલીથી લઈને ખાણી પીણી, મોબાઇલના વેપારીઓ, દવાના વેપારીઓ પણ સામેલ થઇ રહ્યાં છે અને ફિલ્મને પ્રમોટ કરી તેને સપોર્ટ આપી રહ્યાં છે. જેમાં ઘણા વેપારીઓ જે વ્યક્તિ ફિલ્મ જોઈને આવે અને ટિકિટ બતાવે તો તેને કોઈને કોઈ વસ્તુની ખરીદીમાં 50 % ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જેમાં મોબાઈલ વેપારીઓ મોબાઈલની ખરીદી ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. 

બીજી તરફ, ચાના વેપારીઓ ચા ફ્રીમાં આપી રહ્યા છે. આ બધા વચ્ચે એક મોબાઈલના વેપારી ખાસ અલગ રીતે કાશ્મીર ફાઈલને પ્રમોટ કરી રહ્યા છે. વેપારી પ્રશાંતવાળા તેમની દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી કરે તો કાશ્મીર ફાઈલ ફિલ્મની ટિકિટ ફ્રીમાં આપે છે. તેઓ પોતાના ગ્રાહકોને ખરીદી પર કાશ્મીર ફાઈલ ફિલ્મની ટિકિટ મફતમાં આપે છે. 

તો બીજી તરફ, વડોદરામાં પૂર્વચળ હિત મંડળ દ્વારા અર્થ આઇકોન કોમ્પલેક્ષમાં આવેલ સિનેમાર્ક સિનેમાહાઉસમાં ધ kashmir files ફિલ્મ વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને બતાવવામાં આવી હતી. કાશ્મીરી પંડિત ઉપર બનાવેલ કાશ્મીર ફાઈલ્સ મૂવી વડોદરાની જનતાને પૂર્વાંચલ હિત મંડળ દ્વારા ખોડીયાર નગર પાસે આવેલ અર્થ આઇકોન કોમ્પ્લેકસમાં સિનેમા ગૃહમાં વડોદરાની જનતાને બતાવવામાં આવી હતી. કાશ્મીરમાં જે રીતે પંડિતો પર અત્યાચાર થાય છે તે અત્યાચારનો કેવી રીતે કાશ્મીરના પંડિતોને આતંકવાદીઓ દ્વારા જીવ લેવામાં આવે છે તે ફિલ્મમાં બતાવાયુ છે. ત્યારે આ સ્ક્રીનિંગ સમયે શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news