2 મહિનામાં માતા બનવાના હતા, પણ તે પહેલા જ કોરોનાએ ક્લાસ-2 અધિકારીનો લીધો ભોગ
Trending Photos
- ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર વિભાગ માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
- આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વડા ડો એચ એલ ધડુકનું અવસાન કોરોનાથી થયું
ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર સહિત 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સર્કિટ હાઉસમાં રોકાયેલા ધારાસભ્યોને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા નહોતી શકે તેવી ઊભી થયેલી પરિસ્થિતિ છે. હજુ આજે વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજે કરાવવામાં આવેલા નવા ટેસ્ટીંગમા વધુ 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર વિભાગ માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
તો બીજી તરફ, ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર વિભાગ માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધનથી અન્ય કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. દુખની વાત એ છે કે, શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. મહત્વની વાત તો એ છે કે, શ્વેતાબેન લેખિકા પણ હતા. તેમણે દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક પણ લખ્યું હતું. પુસ્તકનું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. આ પુસ્તક નાની વયની દીકરીઓ માટે ખૂબ જ ઉપયોગી રહ્યું હતું. આ ઉપરાંત આરએન્ડબી વિભાગના નાયબ સચિવ પણ કોરોનાગ્રસ્ત થયા છે.
કોરોનાએ આણંદના વૈજ્ઞાનિકનો ભોગ લીધો
કોરોના વાયરસે આણંદની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો ભોગ લીધો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વડા ડો એચ એલ ધડુકનું અવસાન કોરોનાથી થયું છે. તેઓ છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત હતા. કરમસદ મેડિકલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે 47 વર્ષીય વૈજ્ઞાનિકનું કોરોનાથી દુઃખદ નિધન થતા યુનિવર્સિટીમાં સોપો વ્યાપી ગયો છે. મહત્વની વાત તો એ છે કે, ડો. ધડુક કોરોના કાળમાં તુલસી પર સૌથી વધુ રિસર્ચ કરી રહ્યા હતા. સાથે જ વધુ લોકો તુલસીનું વાવેતર કરે તેવા પ્રયાસો ડો એચ એલ ધડુક દ્વારા કરાયા હતા.
આ પણ વાંચો : મહિલાઓએ પુરુષોને ચેલેન્જ ફેંકી, રૂઢિચુસ્ત પરંપરામાંથી બહાર નીકળીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય
તો બીજી તરફ, અમદાવાદમાં ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ થયા છે. ખોખરા વોર્ડના ભાજપના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે