12 વર્ષની બાળા સાથે દુષ્કર્મ ? બાળા ICUમાં દાખલ, પોલીસના અંધારામાં ફાંફાં
અમદાવાદના નારોલ વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરા સાથે અપહરણ કર્યા બાદ બળાત્કાર થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જે મુદ્દે નારોલ પોલીસ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી પોલીસને આ કેસમાં કોઇ મહત્વનો પુરાવો મળ્યો નથી. જેના કારણે ગુત્થી ઉકેલવામાં હજી પણ પોલીસને સફળતા મળી નથી.
Trending Photos
મૌલીક ધામેચા/અમદાવાદ : અમદાવાદના નારોલ વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરા સાથે અપહરણ કર્યા બાદ બળાત્કાર થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જે મુદ્દે નારોલ પોલીસ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી પોલીસને આ કેસમાં કોઇ મહત્વનો પુરાવો મળ્યો નથી. જેના કારણે ગુત્થી ઉકેલવામાં હજી પણ પોલીસને સફળતા મળી નથી.
નારોલમાં 11 ડિસેમ્બરના રોજ કેટલાક સ્થાનિક લોકો એક સગીરાને લઈને આવ્યા. જ્યારે પોલીસે સગીરાની પૂછપરછ કરી તો સગા એ જવાબ આપ્યો કે તે અનાથ છે. પરંતુ 13 ડિસેમ્બરના રોજ એક દંપત્તિ પોતાની દીકરીને શોધવા માટે નારોલ પોલીસ સ્ટેશન આવ્યું. તેણે પોતાની સગી દીકરી ગુમ થવાની વાત કરી એટલે પોલીસને લાગ્યું કે આ એ જ સગીરા છે જેને આ દંપત્તિ શોધવા નીકળ્યું છે. બંને સામસામે કરાવતા મા બાપને દીકરી મળી ગઈ અને દીકરીને માં બાપ.પોતાને અનાથ બતાવતી સગીરાના માં બાપ હોવા છતાં કેમ આવુંએ પ્રશ્ન પોલીસને પણ થયો, જો કે સગીરાએ કોઈ જવાબ ના આપ્યો. માં-બાપ દીકરીને લઈ ગયા અને બાદમાં બીજા દિવસે સગીરાના પેટમાં દુખે છે અને તેનું અપહરણ થયું હતું તેવી હકીકત સામે આવી. જેથી મા-બાપ પોતાની સગીર દીકરીને લઈને 13 તારીખે સાંજે ફરી પોલીસ સ્ટેશન આવ્યા. પણ મામલો સ્પષ્ટ થતા પોલીસે હાલ કિડનેપિંગનો ગુનો દાખલ કરી બળાત્કાર થયો છે કે કેમ તેની હકીકત મેળવવા મેડીકલ માટે સગીરાને હોસ્પિટલ મોકલી આપી છે.
નારોલ પોલીસે એક તરફ સગીરાને પૂછપરછ કરી અપહરણ અને બળાત્કાર વિશે જાણવાની કોશિશ કરી. જો કે સગીરાએ જણાવ્યું કે બે શખ્સોને લઇ ગયા અને તે બેહોશ થઈ ગઈ ત્યાર બાદ તેને કાંઈ ખબર નથી. સગીરાના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી તો તેમાં પણ કોઈ નક્કર પરિણામ સામે નથી આવ્યું. તો હવે સગીરાને હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી છે. ત્યારે મેડિકલ રિપોર્ટમાં બળાત્કારનો રિપોર્ટ નેગેટિવ આવે છે કે પોઝિટિવ તેના પર સૌની નજર છે. તે સિવાય પણ પોલીસે ઘટનાનું પગેરું મેળવવા માટે અલગ-અલગ ટીમને તપાસ કરવા માટે સક્રિય કરે છે. જેમાં સગીરાને કિડનેપ કરી ગયેલા બંને સખ્શો વિશે કોઈ માહિતી મળે છે કે કેમ તેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.
હાલમાં નારોલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અપહરણની બાબત સાથે સંકળાયેલા બન્ને શખ્સોને શોધવા સક્રિય બની છે. તો બીજી તરફ હોસ્પિટલમાં મોકલેલ સગીરાના મેડિકલ રિપોર્ટ બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો બળાત્કારનો અને પોકસો મુજબ ગુનો નોંધી બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરશે. પરંતુ હાલ સગીરા નિવેદન સીસીટીવી ફૂટેજની તપાસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ હજુ પણ અપહરણની બાબતને લઈને પણ અંધારામાં છે. જેથી હોસ્પિટલમાંથી સગીરાનો મેડિકલ રિપોર્ટ આવશે ત્યારબાદ જ હકીકત સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે