ગોધરાકાંડમાં ટ્રેનનો ડબ્બો સળગાવનાર આરોપી હાજી બિલાલનું સજા દરમિયાન થયુ મોત
Trending Photos
હાર્દિક દિક્ષીત/વડોદરા :ગુજરાતના બહુચર્તિત ગોધરા કાંડ (godhra kand) ના આરોપી હાજી બિલાલનું જેલવાસ દરમિયાન મોત થયું છે. હાજી બિલાલ (Haji Bilal) ગોધરાકાંડનો આરોપી છે, અને ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. હાજી બિલાલ ચાર વર્ષથી બીમાર હતો.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ બિલાલના પરિવારને સોંપાશે
વર્ષ 2002 માં ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (sabarmati train) ના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, 2011 માં હાજી બિલાલ સહિત કુલ 11 આરોપીઓને ફાંસી અને અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી. બીમાર હાજી બિલાલ 22 નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાશે.
2002 માં ટોળાએ સળગાવ્યો હતો ટ્રેનનો ડબ્બો
ફેબ્રુઆરી, 2002માં 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા સ્ટેશન પર આગના હવાલે કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ ડબામાં 59 લોકો હતા, જેમાંથી મોટા ભાગના લોકો કારસેવક હતા. એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે 2011માં પહેલી માર્ચે 31 લોકોને દોષી અને 63 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. વર્ષ 2002માં થયેલા આ ઘટનાની ન્યાયિક પ્રક્રિયામાં સેશન કોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી સુનાવણી ચાલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે