પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકો
Loksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન
Trending Photos
Rajput Samaj Support BJP : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ છે. થોડા કલાકોમાં પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે છેલ્લા દિવસે રૂપાલા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારડીયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે. ગઈકાલે ભાવનગર સભામાં નિણર્ય બાદ તમામ લોકો સુધી પહોંચી ન શક્તા, ન્યુઝ પેપર જાહેરાત મારફતે સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે. કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ નારણભાઈ મોરી અને મંત્રી ભૂપતભાઇ પરમાર દ્વારા સમાજ જોગ સંદેશો મોકલવામાં આવ્યો છે.
રાજપૂત સમાજ માટે ખાસ સંદેશ
કારડીયા રાજપુત સમાજનું તા.૦૩-૦૫-૨૪ના રોજ ભાવનગર ખાતે યોજાયેલ મહા સંમેલનમાં અમે સહુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ઉભા રહેવાનો નિર્ધાર કર્યો છે. પ્રખર રાષ્ટ્રવાદના નૂતન પ્રણેતા અને ભારતના વિકાસની ખેવનામાં જાત ઘસી નાખનારા આપણાં નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં ક્યારેય ભૂલી નહિ શકાય. સૂર્યવંશી પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં અતિભવ્ય મંદિરનું નિર્માણ તેની સાક્ષી પૂરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર રાષ્ટ્રવાદ જ નહિ પણ રાષ્ટ્ર વિકાસવાદના પણ પુરસ્કર્તા રહ્યા છે. આજે ભારત દેશ વિશ્વના વિકસિત દેશો સાથે ખભેખભા મિલાવી રહ્યો છે એ તેમના મહત્વાકાંક્ષી આયોજન અને અમલીકરણની ફલશ્રુતિ છે. અમે સહુ સનાતની હિન્દુ ભાઈઓ, બહેનો અને માતાઓ અને પ્રગતિશીલ વિચારવાળા સહુ કોઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ આગળ આવીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરે અને ભારતને આવનારા વર્ષોમાં "સુપર પાવર" બનાવવાની તેમની પ્રજાલક્ષી મહત્વકાંક્ષાને પૂર્ણ કરવામાં યોગદાન આપે. જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પરે જઈને આપણે સહુ પહેલા 'ભારતીય' છીએ. મા ભારતીના ગૌરવ અને પ્રતિષ્ઠાને શિખરે લઈ જવા, તેના તેજ અને સમૃદ્ધિની પુનઃ સ્થાપના કરવા માટે એક થઈએ. આપણે સહુ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહયોગ આપીએ અને સનાતન ધર્મના ધ્વજને આપણા કીમતી અને પવિત્ર મતોથી ફરકતો રાખીએ. આવો, કમળને મત આપીએ અને મા ભારતીનું મસ્તક ગર્વથી ઊંચું રાખીએ.
ભાજપનુ ડેમેજ કન્ટ્રોલ
ભાવનગરના પાલીતાણામાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિયોની બેઠક યોજાઈ હતી. સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેનુ સંચાલન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યુ હતું. ચુડાસમાએ બેઠકમાં કહ્યુ હતું કે, સમાજ ભાજપને સહયોગ કરે તેવી અપીલ છે. આ બેઠકને સારો પ્રતિસાદ મળ્યો, ભાજપ તમામ બેઠક જીતશે. ક્ષત્રિયો રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા છે. ક્ષત્રિયોના મત ભાજપને મળશે. સમાજની લાગણી દુભાઈ તેનું મને પણ દુઃખ છે. સરકાર સાથે બેઠક મળી હતી પરંતુ કોંગ્રેસે સમાધાન ન થવા દીધું.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન સી.આર.પાટીલ, વજુભાઇ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. સી.આર. પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજનો આભાર માની કહ્યું કે, ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી ભાજપ સાથે રહ્યો છે જે માટે હું સમાજનો આભાર માનું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે