સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આનંદો! GPSC એ સાત પરીક્ષા માટે જાહેર કર્યું કેલેન્ડર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCએ જે સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે તેમાં વર્ગ એક-બે ની પરીક્ષા આઠ જાન્યુઆરીએ લેવાશે.
Trending Photos
ગાંધીનગર: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. GPSCએ સાત પરીક્ષા માટે પોતાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પ્રાથમિક કસોટીઓ યોજવાની જાહેરાત કરી છે, જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશપત્ર આજથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCએ જે સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે તેમાં વર્ગ એક-બે ની પરીક્ષા આઠ જાન્યુઆરીએ લેવાશે અને કાયદા અધિકારી, ક્યુરેટર અને ગુજરાત ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2 અને ઇજનેરી સેવાની પાંચ ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. પ્રવેશ પત્ર આજથી ડાઉનલોડ કરી શકાશે.
ISRO NRSC Recruitment 2022 Job Notification
નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (National Remote Sensing Centre, ISRO-NRSC), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS) માં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં 33 જગ્યા માટે વેકેન્સી પડી છે. જેમાં જુનિયર રિસર્ચ ફેલો ની 27, રિસર્ચ એસોસીએટની પાંચ અને પ્રોજેક્ટ એસોસિયેટની એક પોસ્ટ ભરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઉપરોક્ત ખાલી પદો પર અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો 8 જાન્યુઆરી, 2023 સુધીમાં અરજી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે