ગોપાલ ઈટાલિયાએ કહ્યું 'કોંગ્રેસ ડૂબતું વહાણ છે, આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું લાગતું નથી'

નરેશ પટેલ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાનું રિએક્શન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું વહાણ છે. દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને લાગતું નથી. અમે પણ નરેશ પટેલને અમારી સાથે આવવા પ્રપોઝલ આપ્યા છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું 'કોંગ્રેસ ડૂબતું વહાણ છે, આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું લાગતું નથી'

અતુલ તિવારી/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસ પક્ષ તો એક્ટિવ થાય છે, પરંતુ આ વખતે આપ પણ એક્ટિવ થયું છે. આજે ગોપાલ ઈટાલિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં નરેશ પટેલ મામલે ગોપાલ ઈટાલિયાએ એક મહત્ત્વપૂર્ણ રિએક્શન આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. 

નરેશ પટેલ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાનું રિએક્શન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું વહાણ છે. દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને લાગતું નથી. અમે પણ નરેશ પટેલને અમારી સાથે આવવા પ્રપોઝલ આપ્યા છે. પરંતુ અંતિમ નિર્ણય નરેશભાઈ જ લેશે, પણ એ અમને નેતૃત્વ આપે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે તો નરેશભાઈને સીએમ બનાવશે ને... 

ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકી નથી. રાજ્યમાં નપા, કોર્પોરેશન, પંચાયતની ચૂંટણીમાં બરાબર ધોવાઈ ગઈ છે, હવે આ સ્થિતિમાં નરેશ પટેલને સીએમનો ચહેરો કોંગ્રેસ આપે એ મજાક જેવું છે. અમે આદિવાસી સમાજના હિતેચ્છુ મહેશ વસાવાને મળ્યા હતા, જેથી અમે તમામ સમુદાય સાથે આગળ વધીશું. ભાજપના ભ્રષ્ટ લોકોને જે દૂર કરવા માંગે છે એ અમારી સાથે આવે.

ગોપાલ ઇટાલિયાએ નરેશભાઈ ક્યાં જોડાશે? એ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, એ અંગે એમના ઘણા કારણ હોઈ શકે. અમે પૂરતા પ્રયાસ કર્યા છે, પણ એ નક્કી કરશે કે એ ક્યાં જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news