સરકારી યોજનાઓના નામે નોકરીની લાલચ આપી બંટી બબલી કરતા ઓનલાઇન ઠગાઇ

બેરોજગારોને નોકરી આપવની લાલચ આપી બેરોજગારો પાસેથી કરોડો રૂપિયા પડાવતી મૂળ યુપીની ગેંગનો પર્દાફાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાંચે અલીગઢ માંથી એક મહિલા સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે.

સરકારી યોજનાઓના નામે નોકરીની લાલચ આપી બંટી બબલી કરતા ઓનલાઇન ઠગાઇ

ઉદય રંજન/અમદાવાદ: મહાત્મા ગાંધી , સરદાર પટેલ સહીતના નામે બેરોજગારોને નોકરી આપવની લાલચ આપી બેરોજગારો પાસેથી કરોડો રૂપિયા પડાવતી મૂળ યુપીની ગેંગનો પર્દાફાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાંચે અલીગઢ માંથી એક મહિલા સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં આવેલા આ બંટી બબલીએ ઉતરપ્રદેશના અલીગઢથી સમગ્ર કૌભાંડને અંજામ આપતા હતા. મહાત્માગાંધી ગ્રામીણ રોજગાર યોજના સહીત બીજી કેટલીક સરકારી યોજનાઓના નામે બેરોજગારો સાથે ઠગાઈ કરતા હોવાનું આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી આ કૌભાંડને આરોપી વિપિન રાજપૂત અને પ્રીતિ ઠાકુર આ ગુનાને અંજામ આપતા હતા.

વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને થશે લાભ, Dy CM નીતિન પટેલની મોટી જાહેરાત

વિપિન ઉર્ફે વિનોદ કુમાર રાજપૂત અને પ્રીતિ ઠાકુર એનજીઓ ફોર જોબ ફોર્ડ નામની સંસ્થા ચાલવતા હતા. તેમાં પ્રીતિ મેનેજરની પોસ્ટ ઉપર હોવાનું સામે આવ્યું છે. ઉલેખનીય છે કે, પોલીસ ગિરફતમાં આવેલા બંને શખ્સો જે કોઈ વ્યક્તિ તેમના મોકલેલા મેસેજમાં ફસાઈ જાય તો તેની વિગતોની એક ફાઈલ બનાવવામાં આવતી હતી. પછી તે વિગતો કોલસેન્ટરમાં પણ આપતા હતા જ્યાથી વધુ પૈસાની માંગણી કરવામાં આવતી. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ એક ચોક્કસ એકાઉન્ટમાં રૂપિયા 1800 ભરવાતા હતા. આ રીતે છેતરપીંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં આરોપીઓએ કબુલ્યું છે.

આરોપીઓ વિશેની તમામ માહિતી જે જાણાવી જરૂરી 

  • નોકરી આપવાના બહાને કરોડો ની છેતરપીંડી 
  • RTGS મારફતે બેરોજગારો પસેથી રૂપિયા મંગાવતા હતા
  • ઉતરપ્રદેશના અલીગઢમાં ચાલતું હતું આ આખું કૌભાંડ
  • સરકારી નોકરીઓની જાહેરાતના ખોટા મેસેજો મોકલતા હતા
  • નોકરી વાંચ્છુકો માટે લાલા બત્તી સમાન કિસ્સો સામે આવ્યો 
  • 25 હાજર બે રોજગારો આ સ્કીમ માં ફસાયા છે 
  • પોલીસે સમગ્ર ગુજરાત ના ભોગબનાર ની વિગતો મંગાવી 
  • ભારતીય કિસાન વિકાસ અનુસંધાન સંસ્થાન ,સરદાર પટેલ શિક્ષા વિકાસ પરિષદ અને મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના ના નામે કરોડો પડાવ્યા 
  • અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન છેતરપીંડી આચરતાઆરોપીઓ ને ઝડપ્યા 
  • એક મહિલા સહીત બે આરોપીઓની યુપીના અલીગઢથી ધરપકડ કરી લીધી 
  • સરકારી યોજનાઓના નામે વોટ્સએપ અને વેબસાઈટ બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી 
  • બેરોજગાર અને નોકરી વાંચ્છુકોને ખોટા મેસેજો મોકલી કરી છેતરપિંડી 
  • ગુજરાત ઓરિસા સહીત અન્ય રાજ્ય ના બેરોજગારો પાસેથી રૂપિયા પડાવ્યા 

લાંચ લેનાર નહિ પણ પણ સુરતમાં લાંચ આપનારની ધરપકડ, જાણો શું સમગ્ર મામલો

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓએ 25 હજાર જેટલા બેરોજગારને પોતાનો ટાર્ગેટ બનાવ્યા છે. અને કરોડો રૂપિયા ખંખેરીયા છે. નોકરી આપવાના બહાના હેઠળ હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે હજી બીજા કેટલા લોકો આ રાજ્યવ્યાપી કૌભાંડમાં સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news