લગ્ન હોય તો આવા : વરરાજા લાડી લેવા JCB માં આવ્યા, ને દુલ્હનને તેમાં જ બેસાડીને લઈ ગયા

Unique Wedding Concept : જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હન પક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ અચંબિત થઇ ગયા...
 

લગ્ન હોય તો આવા : વરરાજા લાડી લેવા JCB માં આવ્યા, ને દુલ્હનને તેમાં જ બેસાડીને લઈ ગયા

Trending Marrige : દરવખતે લગ્નસરાની સીઝન આવે એટેલ અવનવા ટ્રેન્ડ જોવા મળે છે. દરેકને પોતાના લગ્ન યાદગાર બનાવવાની ઈચ્છા હોય છે. તે માટે કપલ્સ અલગ અલગ કરતા રહે છે. પરંતુ નવસારીમાં એક વરરાજાએ જે ટ્રેન્ડ બનાવ્યો તે કંઇક અનોખો જ છે. નવસારી જિલ્લાના એક વરરાજાએ લગ્નમાં કોઇ ગાડી નહી પરંતુ JCBનો ઉપયોગ કર્યો અને વરરાજા લાડી લેવા JCBમાં બેસીને જ પહોંચ્યાં! વરરાજાની અનોખી એન્ટ્રી જોઇને કન્યાપક્ષના લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.

નવસારીના કલિયારી ગામના કેયૂર પટેલ નામના વરરાજાની જાન જ્યારે રસ્તા પર નીકળી ત્યારે સૌ લોકો જોતા રહી ગયા. અત્યારસુધીમાં સૌ કોઇએ હાથી અને ઘોડા પર જાન જોડી હશે. પરંતુ આ વરરાજાએ JCBમાં જાન જોડી અને લાડીને પરણવા પહોંચ્યા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હન પક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ અચંબિત થઇ ગયા.

આ પણ વાંચો : 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 3, 2023

વરરાજા કેયૂર પટેલે થોડા સમય પહેલાં પંજાબમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોયો હતો, જેમાં વરરાજા જેસીબીમાં પરણવા પહોંચ્યા હતા. આ વીડિયો જોઈને કેયૂર પટેલને પોતાની જાન પણ જેસીબીમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. હાલ JCB સાથે વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની દુલ્હન પણ તેમની સાથે જેબીસીમાં બેસેલી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news