અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ બાળ દિવસની ઉજવણી, બાળકોએ હસતાં-રમતાં કરાવી દાંતની સારવાર

અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ બાળ દિવસની ઉજવણી, બાળકોએ હસતાં-રમતાં કરાવી દાંતની સારવાર

દીપક પદ્મશાળી, અમદાવાદઃ દર વર્ષે દેશભર માં 14 નવેમ્બર ના રોજ ભૂત પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ ના જન્મ દિવસે બાળ દિવસ મનાવવામાં આવે છે.આ દિવસે દેશભરમાં બાળકો માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે બાળ દિવસ ને ધ્યાન માં રાખીને અમદાવાદમાં AMC સંચાલિત સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. 

No description available.

ડેન્ટલ કોલેજના ડો. ડીન ડોલી પટેલ અને બાળકોના વોર્ડના HOD ડો. નિયંતા જોશીના નેતૃત્વ હેઠળ ડેન્ટલ કોલેજમાં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી. ડેન્ટલ કોલેજમાં સારવાર માટે આવેલા બાળકો માટે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી  તેમજ મ્યુઝિક પાર્ટી પણ રાખવામાં આવી. સારવાર માટે આવેલા બાળકો પણ દાંતની પીડા ભૂલીને રમતમાં ભાગ લીધો.

No description available.

જ્યાં સામાન્ય રીતે બાળકો ના વોર્ડમાં બાળકો ના રડવાના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે હોસ્પિટલના આ અભિગમ થી બાળકોએ મજા થી સારવાર પણ લીધી. હોસ્પિટલમાં બાળકોને રમતા જોઈને બાળકો ના માતા પિતા પણ ખુશ દેખાયા. બાલ દિવસના સંદર્ભે બાળકોને દાંત અંગે વિગતે જાણકારી પણ આપવામાં આવી. ડેન્ટલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડના  સ્ટાફ મેમ્બર  પણ બાળકો સાથે મસ્તી કરતા દેખાયા..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news