ગુજરાતમાં શાકભાજી વેચતી મહિલાનો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્ટિટ્યુટે બચાવ્યો જીવ, લાખોનું ઓપરેશન ફ્રીમાં થયું

અમદાવાદની સિવિલ મૅડિસિટી ખાતે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ 9 કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતા ગરીબ મહિલા દર્દી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું. આ દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતું. જો ઓપરેશન દરમિયાન  રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ રહેલું હતું. તેમ છતાં અંદાજે 2.5 કિલોની ગાંઠ દૂર કરવામાં આવી હતી.
ગુજરાતમાં શાકભાજી વેચતી મહિલાનો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્ટિટ્યુટે બચાવ્યો જીવ, લાખોનું ઓપરેશન ફ્રીમાં થયું

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદની સિવિલ મૅડિસિટી ખાતે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ 9 કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતા ગરીબ મહિલા દર્દી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું. આ દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતું. જો ઓપરેશન દરમિયાન  રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ રહેલું હતું. તેમ છતાં અંદાજે 2.5 કિલોની ગાંઠ દૂર કરવામાં આવી હતી.

ડોકટરોની ભાષામાં મેજર સર્જરી ગણાતી આ ગરદન પરની ગાંઠનું નિદાન Malignant Peripheral Nerve Sheath Tumor તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતું સારકોમા(કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટના શાકભાજી વેચતા સોનલબહેન રમેશભાઈ ચોવસીયાની (ઉ.35 વર્ષ) ડોકટરની ટીમે મેજર સર્જરી કરી 2.50 કીલોની ગાંઠ કાઢી નવજીવન આપ્યું છે. શાકભાજી વેચીને પેટિયું રળતા સોનલબહેનને ગળાની ડાબી બાજુએ ગાંઠ થઈ હતી. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં તબીબોએ સર્જરીનો ખર્ચ અંદાજે ₹5 લાખ કહ્યો હતો. જે ગરીબ દંપતી માટે અશક્ય હતો. પણ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ગરીબ મહિલાની વહારે આવી. ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વિના મૂલ્યે સર્જરી કરી માત્ર મહિલા દર્દીનું જીવન જ નથી બચાવ્યું, પણ આ ગરીબ પરિવારને દેવાના ડુંગર તળે દબાતું પણ બચાવ્યું છે.

શું છે સુપ્રા મેજર સર્જરી?
ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી આ સુપ્રા મેજરી સર્જરી (9 કલાકની) હતી. તબીબી ભાષામાં 3 કલાકથી વધુ ચાલતી સર્જરીને સુપ્રા મેજર સર્જરી કહે છે. જ્યારે 3 કલાક સુધી ચાલતી સર્જરીને મેજર સર્જરી કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news