ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ

Chaudhary Samaj Anjana Dham : રાજ્યપાલ અને સીએમના હસ્તે જમિયતપુરા પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આંજણાધામનું નિર્માણમાં ભૂમિપૂજન કરાયું હતું

ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ

Gandhinagar News : ગુજરાતમાં હવે વિવિધ સમાજના લોકો આગળ આવીને સમાજ માટે ભગીરથ કાર્યો કરી રહ્યાં છે. ત્યારે આંજણા ચૌધરી સમાજ દ્વારા ભવ્ય આયોજન હાથ ધરાયું છે. ગુજરાતના આંજણા સમાજ 300 કરોડના ખર્ચે ભવ્ય આંજણાધામ બનાવવા જઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. 

આંજણા ધામની ખાસિયત

  • આંજણા સમાજનું રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે બનશે આંજણાધામ
  • જમીયતપુરા પાસે બનશે આંજણાધામ
  • ૨૨ હજાર ચોરસ મીટર માં નિર્માણ પામશે આંજણા ધામ
  • ૨૩૦૦ વિદ્યાર્થી એકસાથે રહી શકે તે માટે કરવામાં આવશે વ્યવસ્થા 
  • લાઈબ્રેરી, કોમ્પ્યુટર રૂમ તથા હોલ સહિતની વ્યવસ્થા હશે

300 કરોડનું ભવ્ય આંજણા ધામ
જમીયતપુરા ગાંધીનગર પાસે 22000 ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય આંજણાધામ વિકસાવાવનું બીડું સમાજના આગેવાનોએ ઉપાડ્યું છે. આ વિશે માહિતી આપતા આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ મણીલાલ ચૌધરી તથા મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ આંજણધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો છે. જેમાં સમાજ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. આંજણાધામમાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

કોણે કેટલુ દાન આપ્યું

  • મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) દ્વારા 51 કરોડ
  • શંકરભાઈ ચૌધરી (શંકુજ વોટરપાર્ક) દ્વારા 35 કરોડ
  • શેઠ કરિભાઈ વેલજીભાઈ ચૌધરી (ચરાડા) દ્વારા 25 કરોડ
  • કનુભાઈ ડ્રાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા), બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા) તથા રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી ( દગાવાડિયા) દ્વારા 11-11 કરોડ
  • તોનાથાભાઈ ચૌધરી (દગાવાડિયા), બળદેવભાઈ ચૌધરી ( દગાવાડિયા) દ્વારા 2-2 કરોડ
  • આર.ડી. ચૌધરી (ઝાલોર, રાજસ્થાન) દ્વારા 1 કરોડ 

200 કરોડનું દાન આવ્યું
300 કરોડના ખર્ચે ભવ્ય આંજણાધામ બનાવાવમાં આવનાર છએ. પરંતું તે માટે દાતાઓએ દાનની સરવાણી વહાવી છે. અત્યાર સુધી ચૌધરી સમાજના દાતાઓ દ્વારા 200 કરોડથી વધુ રકમનું દાન આવ્યું છે. 300 કરોડના આંજણાધામનો હેતુ બહુહેતુક કેન્દ્ર કરવાનો છે. 

આંજણાધામમાં શું શું હશે 

  • બહુહેતુક આંજણા ધામમાં કુલ 13 માળ હશે. આંજણા ધામ ભવનનું કુલ બાંધકામ 4.5 લાખ ચો. ફૂટ વિસ્તારમાં થશે. 
  • અંદાજે 25હજાર ચો. ફૂટની જગ્યા ધરાવતી 3 લાઈબ્રેરી હશે
  • 650 સ્ટુડન્ટ એક સાથે જમી શકે તેવું અદ્યતન ડાઈનીંગ હોલ બનાવાશે
  • ડાઈનિંગ મુજબનું કીચન પણ ભવ્ય હશે 
  • 200 સ્ટુડન્ટ બેસી શકે તેવા ચાર ક્લાસરૂમ અને 60 સ્ટુડન્ટની એરેન્જમેન્ટવાળા 6 ક્લાસ રૂમ હશે
  • 250 સ્ટુડન્ટની કેપેસીટી ધરાવતી ળી કોમ્પ્યુટર લેબ
  • 2,300 સ્ટુડન્ટ એક સાથે નિવાસ કરી શકે તેવી આધુનિક હોસ્ટેલ સુવિધા 
  • 12 લિફ્ટ ધરાવતા ભવનના 12મા માળે ખેલકૂદ માટે ઈનડોર ગેમ 
  • 10 હજાર ચો. ફૂટના બે મલ્ટિપરપઝ હોલ, રિસેપ્શન,બોર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ, અમ્ફી થિયેટર તેમજ સોલાર રૂફ ટોપ બનાવાશે 

આજે સવારે રાજ્યપાલ અને સીએમના હસ્તે જમિયતપુરા પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આંજણાધામનું નિર્માણમાં ભૂમિપૂજન કરાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news