ચાલતા પહેલાં બોલતા શીખી ગયેલાં સુરતના આ બાળકે સોશિયલ મીડિયામાં મચાવી છે ધૂમ! જુઓ વીડિયો

ચાલતા પહેલાં બોલતા શીખી ગયેલાં સુરતના આ બાળકે સોશિયલ મીડિયામાં મચાવી છે ધૂમ! જુઓ વીડિયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ 'મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે'-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસોમાં સોશિયલ મીડિયોમાં ખુબ જ વાયરલ થઈ ગયો. માત્ર ગણતરીના દિવસોમાં આ બાળક ઘરેઘરે જાણીતો બની ગયો. તેની કાલીઘેલી બોલી અને તેની વાતોથી લાખો લોકો કાયલ થઈ ગયાં. જોકે, કેટલાંક લોકોએ આ વીડિયોને એક સામાન્ય રમૂજના રૂપમાં લીધો, તો કેટલાંકે તેને બાળક સાથે અત્યાચાર પણ ગણાવ્યો.આ બાળકને કેમ જબરદસ્તી ટ્યૂશનમાં મોકલાતો હતો? આ બાળક ક્યાંનો છે? બાળક કોણ છે? આ તમામ સવાલો તમારા મનમાં પણ આવતા હશે. તો એનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

No description available.

રામના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે, બાળક વાઈરલ વીડિયોમાં જે પંખે લટકાવવાનું બોલે છે. તેનો અર્થ રૂઢિપ્રયોગ તરીકે લેવાની જરૂર છે. આપણે કોઈને કહીએ કે તમે મારૂં માથું ખાવ છો..મગજમાં રાઈ ભરાઈ ગઈ છે તો તેનો અર્થ તેવો નથી. અમારી કાઠિયાવાડી તળપદી ભાષામાં આવું બોલાતું હોય છે. દરેક માતા પિતા તેના બાળકને ઠપકો આપવા કંઈક કહેતા હોય છે. એમાં એ બાળક બોલી ગયો પરંતુ તેનો અર્થ ખરાબ લેવાની જરૂર નથી. હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે. રામના દાદા વિઠ્ઠલભાઈએ કહ્યું કે, રામ મારી પાસે બહુ રહે છે. મારો લાડકો છે. વાર્તા સાંભળવાનો બહુ શોખીન છે. સવાલો બહુ કરે છે. અમે તેના સવાલોના જવાબ આપતા થાકી જઈએ એટલું પૂછે છે. જેવો જવાબ આપીએ કે તેને તે તરત જ યાદ રહી જાય છે. તેની યાદ શક્તિ પણ બહુ સારી છે. ચોખ્ખું બોલે છે. અમે તેને કહેતા નથી પરંતુ એ તેની જાતે જ શબ્દોની સારી રીતે ગોઠવણ કરી લેતો હોય છે. અમે ન કહ્યું હોય કે ન શીખવ્યું હોય તેવું પણ બોલતો હોય છે કે પૂછતો હોય છે. કહેવા કરતાં એ જોઈને અનુસરણ વધુ કરે છે.

MBA વીથ ફાયનાન્સ કરનાર રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે. રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય. તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારી સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે. રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news