ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી તૂટી શકે છે કોંગ્રેસ! હાર્દિક BJPમાં જોડાયા બાદ શું નેતાઓની લાઈન લાગશે?
વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટ શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા અણસાર મળ્યા છે અને તેઓ કોંગ્રેસ છોડી શકે છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ કે આપમાં જોડાઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારે ફરી કોંગ્રેસને ઝાટકો લાગે તેવા સમાચાર મળી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર તૂટી શકે છે. કોગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ (ભોલો) કોંગ્રેસ છોડીને આપમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસમાં રહેલા કલ્પેશ પટેલ (ભોલો) હવે આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે મહેસાણા સર્કીટ હાઉસ ખાતે કલ્પેશ પટેલે (ભોલો) આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. જેણા કારણે મુલાકાતના પગલે આપમાં જોડાવાની અટકળો તેજ બની હતી.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કેટલાક કોંગ્રેસી નેતા ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક કોંગ્રેસી નેતા ગમે ત્યારે ભગવો ધારણ કરી શકે છે. આ સાથે જ ગુજરાતમાં ફરી કોંગ્રેસ એક વાર તૂટી શકે છે.
ભાવનગર કોંગ્રેસમાં ભૂકંપ
ભાવનગરમાં કોંગ્રેસ નેતા સંજયસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રાજુ જોશી પણ ભાજપમાં જોડાશે. એવું જાણવા મળી રહ્યું છે. રાજુ જોશી ભાવનગરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. સંજયસિંહ ગોહિલ ભાવનગરમાં કોંગ્રેસના મોટા નેતા કહેવાય છે. ભાવનગરમાં શકિતસિંહ ગોહિલ પછી સંજયસિંહ મોટા નેતા છે. છેલ્લા કેટલાંક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સંજયસિંહ ગોહિલ અને રાજુ જોશી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આ સિવાય કામિનીબા રાઠોડ પણ ભાજપમાં જોડાઈ શકે છે. કામિની બા દહેગામ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ન બને તે માટે અત્યારથી જ ગુજરાતની કમાન મજબૂત કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ કોંગ્રેસમાં તો એક પછી એક ઝટકા મળી રહ્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો જેવા જનપ્રતિનિધિઓ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. ભાજપ હાલમાં જે રીતે ડાયનેમિક રીતે કામ કરી રહી છે, પોતાના કાર્યકરો અને નેતાઓને મોબિલાઇઝ કરી રહી છે. પરંતુ કોંગ્રેસમાં કોઇ કાર્ય વિભાજન કે આયોજનનો અભાવ જોવા મળે છે. કોઇ સાર્વજનિક ચહેરો ઉભો કરવામાં કે તેને પાર્ટી ધોરણે પ્રમોટ કરવામાં પક્ષ ઉણો સાબિત થઇ રહ્યો છે.
કોંગ્રેસને હાઇ કમાન્ડનો સીધો દોરી સંચાર નથી કે કોઇ અંકુશ પણ નથી. કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસમાં બે જૂથ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. આ કારણે, બે જૂથની આંતરિક લડાઇમાં બીજા પક્ષો પોતાનો ફાયદો મેળવી રહ્યું છે. જો કોઇ ચહેરો ઉભરી આવે તો તેને કોઇપણ ભોગે પુરો કરવા અને તેને પક્ષમાં અવગણના કરવા વિરોધી જૂથ લાગી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે