ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ

Mayabhai Ahir's Health Deteriorated : જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી... કડીના ઝુલાસણમાં ડાયરો શરૂ થાય તે પહેલાં છાતીમાં દુખાવો થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ

Mayabhai Ahir News : ડાયરાના કિંગ ગણાતા લોકસાહિત્યકાર આહીરની મહેસાણાના એક ચાલુ ડાયરામાં તબિયત અચાનક લથડી હતી. તેમને ચાલુ ડાયરામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 

સોમવારના રોજ મહેસાણાના ઝુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું ડાયરા પૂર્વે માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ઼્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 11, 2025

 

હોસ્પિટલમાંથી માયાભાઈએ ચાહકોને આપ્યો મેસેજ  
આવામાં માયાભાઈ આહીરનો હોસ્પિટલમાંથી વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં માયાભાઈએ ચાહકોને મેસેજ આપ્યો કે, આપણે એકદમ રેડી છીએ ચિંતા ન કરો. તો તેમના હેલ્થ અપડેટ અંગે કલાકાર બ્રિજરાજ ગઢવીએ જણાવ્યું કે, હાલ માયાભાઈની તબિયત સ્થિર છે. ગઈકાલે બપોરથી તેમની તબિયત ખરાબ હતી. માતાજીની દયાથી હાલ તબિયત સ્થિર છે. ડોક્ટરે હાલ માયાભાઈને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. 
 

માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના લગ્ન ધામધૂમથી થયા હતા. આ રજવાડી સ્ટાઈલામાં ભવ્ય રીતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમા ગુજરાતની અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું. વળી સાંજે ફુલેકું પણ એટલું ભવ્ય નીકળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news