Surya Budh Yuti 2025: 12 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને હશે, શનિદેવની હાજરીમાં સર્જાશે બુધાદિત્ય રાજયોગ


Surya Budh Yuti 2025: 12 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં ગ્રહોના રાજા એટલે કે સૂર્ય અને રાજકુમાર એટલે કે બુધ એકસાથે ગોચર કરશે. આ વખતે શનિની હાજરીમાં સૂર્ય અને બુધનો શુભ રાજયોગ સર્જાશે જે 5 રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનો છે.

Surya Budh Yuti 2025: 12 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને હશે, શનિદેવની હાજરીમાં સર્જાશે બુધાદિત્ય રાજયોગ

Surya Budh Yuti 2025: સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે અને બુધ ગ્રહને રાજકુમાર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અને બુધ કોઈ એક રાશિમાં સાથે હોય છે તો બુધાદિત્ય રાજયોગ સર્જાય છે. આ રાજયોગ અત્યંત શુભ ગણાય છે. જેના પર આ રાજયોગની શુભ અસર થાય તે લોકો રાતોરાત માલામાલ પણ થઈ શકે છે. 11 ફેબ્રુઆરી અને મંગળવારે બુધ ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના બીજા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ સૂર્ય પણ કુંભ રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિ સર્જાશે. આ યુતિના કારણે બુધાદિત્ય યોગ બનશે. આ યોગ એક મહિના સુધી રહેશે. 

આ વખતનો બુધાદિત્ય રાજયોગ શુભ છે કારણ કે કુંભ રાશિમાં શનિદેવ પણ ગોચર કરે છે. શનિની ઉપસ્થિતિમાં સૂર્ય અને બુધની યુતિ બનશે. જે યુતિ કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય કરાવશે. આ રાશિઓ કઈ છે ચાલો તમને પણ જણાવી દઈએ. 

મેષ રાશિ 

મેષ રાશિ માટે સૂર્ય અને બુધની યુતિ શાનદાર રહેવાની છે. આ સમય દરમિયાન જે પ્રયત્ન કરશો તે સફળ થશે. યાત્રાના યોગ બની રહ્યા છે. નોકરીમાં ફેરફાર થવાની સંભાવના. વિદેશ જવાની તક મળી શકે છે. 

વૃષભ રાશિ 

સૂર્ય અને બુધની યુતિ વૃષભ રાશિ માટે પણ શુભ છે. બુધાદિત્ય રાજયોગના પ્રભાવથી નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે. અધુરી ઈચ્છા પૂરી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા મળશે. સમય શાનદાર રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિ માટે આ યુતિ સારી રહેવાની છે. બેરોજગારને નોકરી મળવાની પૂરી સંભાવના. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કાર્ય સ્થળ પર સ્થિતિ મજબૂત થશે. આર્થિક દ્રષ્ટિ કોણથી સમય શુભ. 

તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ બુધાદિત્ય યોગ લાભકારી સિદ્ધ થશે. દરમિયાન જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. ધન લાભ થશે. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. 

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે પણ સૂર્ય અને બુધનો યોગ શુભ રહેવાનો છે. સૂર્ય અને બુધના સકારાત્મક પ્રભાવથી સુખ સમૃદ્ધિ વધશે. ઘરમાં ધન અને સંપત્તિમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news