હવે લીલુછમ થશે ગુજરાત, ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો હવે અંત આવશે, સરકારની મોટી જાહેરાત
Gujarat Government Big Decision : નળકાંઠાના ૩ર ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સિંચાઇથી વંચિત નળકાંઠાના ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે
Trending Photos
ગાંધીનગર :ગુજરાતના ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો હવે અંત આવશે. સિંચાઈથી વંચિત નળકાંઠાના ગામોને હવે નર્મદાનું પાણી મળશે. નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરાશે. 1700 ખેડૂતોની 9,415 હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે. સિંચાઈના પાણીની સમસ્યા સામે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ફતેવાડી, ખારીકટ, નળકાંઠાના 132 ગામોનો નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવેશ કરાયો છે.
નળકાંઠાના ૩ર ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સિંચાઇથી વંચિત નળકાંઠાના ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે. ફતેવાડી-ખારીકટ અને નળકાંઠાના મળી ૧૩ર ગામોનો નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવેશ કરાયો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી.
તદઅનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રીની આ બેઠક અને તેમની ભલામણની ફલશ્રુતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ કિસાન હિતલક્ષી નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના ૧૧૧ ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે.
આ પણ વાંચો : સુરતના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, ગભરુ ભરવાડ હતો અસલી માસ્ટરમાઈન્ડ
આ ૧૧૧ ગામોમાં નળકાંઠાના ૨૧ ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ ૩ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા ૧૧ ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં તાજેતરના ભૂતકાળમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વ્યક્ત થયેલી લાગણીની ફલશ્રુતિ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે હવે નળકાંઠાના તમામ એટલે કે ૩ર ‘નો સોર્સ વિલેજ’ને નર્મદા યોજનાના પિયત ખેડૂતોને જે ધોરણે પાણી મળે છે તે ધોરણે સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઇ શાહે ધરતીપુત્રોની સિંચાઇ માટે પાણીની સમસ્યાઓનો સુચારૂ નિવેડો લાવી હવે, નળકાંઠા સહિતના ખારીકટ-ફતેવાડી પિયત વિસ્તારના ગામોને નર્મદાનું જળ ખેતીવાડી અને સિંચાઇ માટે ઉપલબ્ધ બનાવવાનો ખેડૂત હિતકારી ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે