ગુજરાતના IASની પત્નીનો ઘરના દરવાજે ઝેર ખાઈ આપઘાત, ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી

IAS Wife Suicide : ગેંગસ્ટર સાથે ભાગી ગયેલી પત્નીએ પરત ફરીને પતિના ઘરના દરવાજે ઝેર પીધું, આઇએસ અધિકારીએ રણજીત કુમારે પત્ની સૂર્યા કિરણનો મૃતદેહ પણ સ્વીકારવાની ના પાડી

ગુજરાતના IASની પત્નીનો ઘરના દરવાજે ઝેર ખાઈ આપઘાત, ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી

Vadodara News : તમને યકીન ન આવે એવો એક કેસ સામે આવ્યો છે. ગાંધીનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક IAS ઓફિસરની પત્નીએ ઘરની બહાર ઝેર ખાઈ લીધું છે. IAS રણજીત સિંહ જેમની પત્ની થોડા મહિના પહેલાં તમિલનાડુના ગેંગસ્ટર હાઈકોર્ટ મહારાજા સાથે ભાગી ગઈ હતી. તે હવે પાછી આવી ગઈ છે. આ મામલો ગાંધીનગરમાં જબરદસ્ત ચર્ચાને એરણે છે. 

ગુજરાતના એક IAS અધિકારીની પત્નીએ રવિવારે ઘરના દરવાજા બહાર જ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. IASની પત્ની તમિલનાડુમાંથી એક ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી. જે એક બાળકના અપહરણના કેસમાં સંડોવાયેલો હતો. મહિલાનું નામ સૂર્યા જે (45) છે. જેને ઝેર પી લેતાં તેને સિવિલમાં ખસેડાઈ હતી પણ ત્યાં તેનું મોત થયું છે. 

  • થોડા મહિના પહેલા તે તમિલનાડુના એક ગેંગસ્ટર સાથે ભાગી હતી
  • ગેંગસ્ટરનું નામ હાઈકોર્ટ મહારાજા 
  • મદુરાઈમાં વિદ્યાર્થીના અપહરણ બાદ 2 કરોડની માંગણી કરાઈ હતી
  • તમિલનાડુ પોલીસે મહિલા સૂર્યા જે.ની ધરપકડ કરી હતી

પોલીસના જણાવ્યા અનુસાર સૂર્યાએ શનિવારે પતિ રણજીતકુમાર જે.ના ઘરે પહોંચી હતી. અહીં મહિલાથી નારાજ  પતિએ તેના સ્ટાફને તેને ઘરમાં ન જવા દેવાની સૂચના આપી હતી. આ ઘટના ગાંધીનગરના સેક્ટર-19માં બની હતી. રણજીત કુમાર ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (GERC) ના સચિવ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'રંજીત કુમાર શનિવારે સૂર્યા સાથે છૂટાછેડાની અરજીને અંતિમ સ્વરૂપ આપવા માટે બહાર ગયા હતા.'

ઝેર પીધા બાદ જાતે એમ્બ્યુલન્સ બોલાવી
રંજીતે સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે સૂર્યાને કોઈ પણ સંજોગોમાં અંદર ન આવવા દે. સૂર્યાએ IAS પતિના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્ટાફે અંદર જવા દીધા ન હતા. જેથી નારાજ થઈને તેણે (સૂર્યા)એ ઝેર ખાઈ લીધું અને 108 (એમ્બ્યુલન્સ હેલ્પલાઈન) પર ફોન કર્યો હતો.

પોલીસને મળી આવી છે તમિલમાં સુસાઈડ નોટ
પોલીસને સૂર્યા જે પાસેથી તમિલમાં લખેલી કથિત સુસાઈડ નોટ મળી હતી, જે સૂર્યા એક ગેંગસ્ટર સાથે મદુરાઈના 14 વર્ષના છોકરાના અપહરણમાં સામેલ હતી. આ કેસમાં તમિલનાડુ પોલીસ દ્વારા ધરપકડ ટાળવા માટે સૂર્યા તેના પતિના ઘરે ગઈ પહોંચી હોય તેવી શક્યતા છે.

2 કરોડની માગી હતી ખંડણી
આ કેસમાં સૂર્યાનું નામ તેના કથિત પ્રેમી અને સ્થાનિક ગેંગસ્ટર હાઈકોર્ટ મહારાજા અને તેના સહયોગી સેંથિલ કુમાર સાથે બહાર આવ્યું છે. આ ગેંગે કથિત રીતે 11 જુલાઈના રોજ બાળકની માતા સાથે પૈસાના વિવાદમાં છોકરાનું અપહરણ કર્યું હતું. તેઓએ તેની માતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ મદુરાઈ પોલીસ છોકરાને બચાવવામાં સફળ રહી હતી. આ પછી પોલીસે સૂર્યા સહિત તમામ લોકોની શોધખોળ શરૂ કરી હતી. સૂર્યાએ લગભગ નવ મહિના પહેલાં ગુજરાતના IAS અધિકારી રણજીત કુમારને છોડીને હાઈકોર્ટ મહારાજા નામના ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી.

વકીલનો મોટો ખુલાસો 
આઈએસ અધિકારીના વકીલ હિતેશ ગુપ્તાએ માહિતી આપતા કહ્યું કે, સૂર્યા કુમારી મદુરાઈમાં અપહરણ અને બે કરોડની ખંડણીના ગુનામાં ગેંગસ્ટર સાથે સંડોવાયેલ હતી. છેલ્લા આઠ મહિનાથી પત્ની સૂર્યા કુમારી આઈએએસ અધિકારી રણજીત કુમાર સાથે રહેતા ન હતા. સૂર્યા કુમારી સાઉથમાં અન્ય પુરુષ મિત્ર સાથે રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. માર્ચ 2024 માં પણ સૂર્યા કુમારી સામે ગુના નોંધાયેલા તો જેમાં તેને કોર્ટમાંથી આગોતરા જામીન પણ માગ્યા હતા જે કોર્ટે નામંજૂર કર્યા હતા. સૂર્યા કુમારીને અન્ય પુરુષો સાથેના સંબંધોથી એક બાળક પણ થયું હતું. ખંડણીના ગુનામાં મદુરાઈ પોલીસથી બચવા સૂર્યા કુમારી આઇએસ અધિકારી પતિના ઘરે સંતવા ગાંધીનગર બંગલે આવી હતી. આઇએસ અધિકારીએ પત્ની આવતા મદુરાઈ અને ગાંધીનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ સૂર્યા કુમારીને પકડવા આવે તે પહેલા તે આઈએસ અધિકારી પતિના ગાંધીનગરના બંગલા ખાતેથી ભાગી ગઈ હતી. સૂર્યા કુમારીએ કઈ જઈને આપઘાત કરવા ઝેર પીધું તેની કોઈ જાણ નથી. સૂર્યકૂમારી અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલી હોવાના પુરાવા સામે આવ્યા છે. પત્ની સૂર્યા કુમારીના ત્રાસથી કંટાળી આઇએસ અધિકારી રણજીત કુમારે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. આજરોજ છુટાછેડા માટેની પિટિશન ફેમિલી કોર્ટમાં દાખલ કરવાના હતા પણ આજે તેમનું મૃત્યુ થયું  હોવાની માહિતી મળી હતી. તો બીજી તરફ, આઇએસ અધિકારીએ રણજીત કુમારે પત્ની સૂર્યા કિરણનો મૃતદેહ પણ સ્વીકારવાની ના પાડી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news