GUJARAT બની રહ્યું છે બ્રાઝીલ? એટલું ડ્રગ્સ ઝડપાયું છે કે જોઇને તમારી આંખો ચકરાઇ જશે
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહી છે. કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. હવે ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે. ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. 7 ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે પકડાયા છે.
ગુજરાત ATS ખાતે તમામ માછીમારોને લાવવામાં આવશે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 50 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરાઈનનું સપ્લાય કરતા હતા. આશરે 250 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે