માર્કેટમાં આવી રહ્યો છે ભુક્કા કાઢી નાખે એવો Smartphone! જાણો શા માટે સ્માર્ટ લોકોની પહેલી પસંદ છે આ ફોન
Vivo X70 સીરિઝને લઈ સતત લીક રિપોર્ટ સામે આવી રહ્યાં છે. Vivo X70 સીરિઝને આ મહિનાની 9 તારીખે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સીરિઝ અંતર્ગત Vivo X70, Vivo X70 Pro અને Vivo X70 Pro+ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા.
Trending Photos
નવી દિલ્હીઃ Vivo X70 સીરિઝને લઈ સતત લીક રિપોર્ટ સામે આવી રહ્યાં છે. Vivo X70 સીરિઝને આ મહિનાની 9 તારીખે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સીરિઝ અંતર્ગત Vivo X70, Vivo X70 Pro અને Vivo X70 Pro+ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ Vivo X70 સીરિઝને ભારતમાં 30 સપ્ટેમ્બરના લોન્ચ કરવામાં આવશે. જો કે ભારતમાં આ સીરિઝના માત્ર 2 મોડલ Vivo X70 Pro અને Vivo X70 Pro+ લોન્ચ થશે.
Vivo X70 સીરિઝના બંને ફોનની કિંમત Vivo X60 સીરિઝના મોડલ સમાન હશે. જેને આ વર્ષના માર્ચ મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Vivo X70 Pro 49,990 અને Vivo X70 Pro+ 69,990ની કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. Vivo X70, Vivo X70 Pro અને Vivo X70 Pro+ને ચીનમાં 42,100 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે Vivo X70 Pro+ને 62,700 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Vivo X70 Pro અને Vivo X70 Pro+ સાથે ગિંબલ કેમેરા સપોર્ટ મળશે અને બ્રાંડનો સિગ્નેચર પણ મળશે. ગિંબલ સ્ટેબિલાઈઝેશન ફોનના તમામ સેંસર સાથે મળશે. વીવોએ આ સ્ટેબિલાઈઝેશનને અલ્ટ્રા સેંસિંગ ગિંબલ નામ આપ્યું છે. આ ફોનમાં 360 ડિગ્રી ઈમેજ અને વીડિયો સ્ટેબિલાઈઝેશન મળશે.
Vivo X70ના સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.56 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ ફોનમાં MediaTek Dimensity 1200 આપવામાં આવ્યું છે. આ ફોનમાં 40 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે ફ્રંટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4000mAhની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે.
Vivo X70 Proની વાત કરવામાં આવે તો ફોનમાં Exynos 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે 12GB રેમ અને 50 મેગાપિક્સલ સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4500mAhની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે.Vivo X70 Pro+માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78 ઈંચની અલ્ટ્રા HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ ફોનમાં સ્નેપડ્રેગન 888નું સુપરફાસ્ટ પ્રોસેસર અને 48 મેગાપિક્સલ સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 5000mAhની લોંગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ ફોન 55Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે