જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો, પ્રાણી સંગ્રહાલયમાં ઉજવણી

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉજવણીનો માહોલ છે. કારણકે, અહીં નવા મહેમાનનું આગમન થયું છે. જીહાં, સક્કરબાગ ઝૂમાં સિંહણે બાળ સિંહોને જન્મ આપ્યો છે. આ સમાચારને કારણે પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા ઝૂ સ્ટાફના કર્મચારીઓ તેની ઉજવણી કરી રહ્યાં છે.

  • સક્કરબાગમાં સિંહણે અગાઉ 3 બચ્ચાંને જન્મ આપ્યો હતો

    વર્ષમાં 24 સિંહબાળ જન્મ્યાં, 9 સિંહ એનીમેલ એક્સચેન્જમાં મોકલાયાં

    સક્કરબાગ ઝૂમાં એક વર્ષમાં 24 સિંહબાળનો જન્મ

Trending Photos

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો, પ્રાણી સંગ્રહાલયમાં ઉજવણી

ઝી બ્યૂરો, જૂનાગઢઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉજવણીનો માહોલ છે. કારણકે, અહીં નવા મહેમાનનું આગમન થયું છે. જીહાં, સક્કરબાગ ઝૂમાં સિંહણે બાળ સિંહોને જન્મ આપ્યો છે. આ સમાચારને કારણે પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા ઝૂ સ્ટાફના કર્મચારીઓ તેની ઉજવણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.

આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.

ડી નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news