દાગીના અને હીરા સહિત કરોડોની લૂંટ કરનાર 5 શખ્સો પોલીસના સકંજામાં, જાણો કોણ-કોણ હતું સામેલ

અમદાવાદના જ્વેલર્સના કર્મચારીઓને આંતરીના કરવામાં આવી હતી કરોડોના દાગીનાની લૂંટ. હાલ લૂંટારુઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. પણ હવે સવાલ છેકે, શું કોણ હતો આ રેકેટ પાછળ જાણભેદું? પોલીસ તપાસમાં બહાર આવી શકે છે સાચી હકીકત...

Trending Photos

દાગીના અને હીરા સહિત કરોડોની લૂંટ કરનાર 5 શખ્સો પોલીસના સકંજામાં, જાણો કોણ-કોણ હતું સામેલ

અલ્કેશ રાવ, બનાસકાંઠા: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરી, લૂંટ સહિતના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બનાસકાંઠાના ચડોતર પાસેથી થયેલી કરોડોની લૂંટનો મામલામાં આરોપીઓ ઝડપાઈ ગયા છે. અમદાવાદના ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થયેલી રૂપિયા 3 કરોડની લૂંટ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ પરત મેળવવા તજવીજ હાથ ધરી છે. હજુ આ કેસમાં કોણ કોણ સામેલ હતુ? શું આ ચોરીમાં કોઈ જાણ બેદું, કોઈ કર્મચારી કે કોઈ અંદરનો માણસ સામેલ હતો કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ પાટણ LCBએ લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવના છે. લૂંટને અંજામ આપનાર પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

બનાસકાંઠાના ચડોતર પાસેથી થયેલી કરોડોની લૂંટના મામલામાં પાટણ LCBએ લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખની છેકે, અમદાવાદની ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થઈ હતી 3 કરોડની લૂંટ. વેપારીના 3 માણસો કારમા સોનાચાંદીના દાગીના તેમજ હીરા લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ચડોતર બ્રિજ નજીક કાર કેમ ઠોકી તેમ કહી વેપારીના માણસોની કાર રોકવી લૂંટારા કારમા ઘુસ્યા હતા. કર્મચારીઓની કાર આંતરીને અડધા કલાક સુધી ફેરવ્યા અને સોના, ચાંદી અને હીરાનો અડધો મુદ્દામાલ લૂંટીને લૂંટારુ ફરાર થયા હતા. અમદાવાદના  શ્રીજી રોડ ઉપર ઋષભ શાહની ઋષભ જવેલર્સ નામની દુકાન આવેલી છે.

સમગ્ર બનાવની વિગતવાર વાત કરવામાં આવે તો, બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામ નજીક ગઈકાલે સાંજે અમદાવાદની ઋષભ જવેલર્સ નામની પેઢીના 3 કર્મચારીઓની ગાડીને રોકીને કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી લૂંટારા ફરાર થઇ જતા હડકંપ મચી ગઇ હતી જોકે ઘટનાને લઈને પાલનપુર LCB સહિત બનાસકાંઠા પોલીસની ટિમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી..પોલીસે લૂંટનો ભોગ બનેલા 3 કર્મચારીઓને પાલનપુર LCB મથકે લાવીને તેમની પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં એક ગોલ્ડન જેવા કલરની ટોયોટો કોરોલા ફોર વ્હીલ ગાડીમાં આવેલ અજાણ્યા ઈસમોએ ઋષભ જવેલર્સના કર્મચારીઓની  ગાડી આગળ તેમની ગાડી કરી  ગાડી ઉભી રખાવી કર્મચારીઓની ગાડીમાં બળજબરી પુર્વક બેસી જઈ છરા બતાવી  તેમનું ગાડી સાથે અપહરણ કરી અજાણ્યા કાચા રસ્તા ઉપર લઈ જઈ ચાલુ ગાડીએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાડીમાં રહેલ બે ગુપ્ત ખાનાઓ પૈકી એક ખાનામાં રાખેલ સોનાના દાગીના કુલ વજન ૬ કિલો ૯૨,૮૭ ગ્રામ જેની જી.એસ.ટી સાથેની કુલ કિ.રૂ.૩,૧૮,૨૬,૬૮૦૪-તરમાજ મોબાઈલ નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૮,૫૧,૬૮૦/- ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. 

જેને લઈને બનાસકાંઠા સહિત અલગ-અલગ જિલ્લાની પોલીસની ટિમો બનાવીને નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી જોકે પોલીસે પીડિત કર્મચારીઓ જોડેથી અડધું સોનુ કબજે કરીને 3 કરોડથી વધુની લૂંટની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં પાટણ LCBની ટીમે ડીસા-પાટણ રોડ ઉપરથી લૂંટ કરનારા 5 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી .પોલીસ તપાસ બાદ જ લૂંટની સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેમાં કોણ કોણ સામેલ છે તે બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news