મુસાફરો માટે મોટી ખુશખબર! જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ
Metro Root: આજે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થનારા મેટ્રો રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી. નજીકના સમયમાં બન્ને શહેરોના લોકોને મળશે વધુ એક નવું નજરાણું...અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર થશે ઓછું.
Trending Photos
- ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે
- આજે રુટ ના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ
- કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમા
- મોટેરાથી સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે
- સેફટી ઈંસપેકશન બાદ કોમર્શિયલ વપરાશને અપાશે મંજૂરી
- કમિશ્નરની મંજૂરી બાદ આવતા મહિને શરુ થશે નવો રૂટ
હિતલ પારેખ, ગાંધીનગરઃ ઘણાં લોકો વેપાર-ધંધા કે નોકરી-રોજગાર માટે નિયમિત અમદાવાદથી ગાંધીનગર અથવા તો ગાંધીનગરથી અમદાવાદ આવતા હોય છે. આમ અમદાવાદ અને ગાંધીનગર બે અલગ અલગ શહેરો છે પણ હાલ આ બન્ને એકબીજાના પુરક બની ગયા છે. ગાંધીનગરના લોકોને અમદાવાદ આવ્યા વિના ચાલે એમ નથી અને અમદાવાદીઓને કોઈકને કોઈક કામે ગાંધીનગર જવું જ પડે છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા આ બન્ને શહેરોને ટ્વીન્સ સીટી તરીકે પ્રસ્થાપિત કરીને બન્ને શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. જેના ભાગરૂપે જ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો રૂટ શરૂ કરવામાં આવશે. ગણતરીના દિવસોમાં જ મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થશે.
આજે રુટ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થનારા મેટ્રો રેલના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી. જેને પગલે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમાં હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. સેફટી ઈંસપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે.
અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બન્ને મહાનગરોને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશ્નર ગુજરાતની મુલાકાતે છે. આવતા મહિને અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવા શરૂ કરી દેવામાં આવશે. તેના માટે જ મેટ્રોના કમિશ્નર પણ હાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ એક એક બાબતનું ધ્યાન પૂર્વક નિરીક્ષણ કરી રહ્યાં છે.
અપડાઉન કરતા શહેરીજનોને રહેશે સરળતા:
જૂન માસના અંત સુધીમાં આ નવા મેટ્રો રુટની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રોજેક્ટ રેડી છે, બસ તેને સત્તાવાર રીતે લીલીઝંડી મળવા માટેની રાહ જોવાઈ રહી છે. કોઈપણ નાની મોટી ક્ષતિના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.
2019માં શરૂ થયો હતો મેટ્રોનો પહેલો રૂટઃ
અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.. અને વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી અને આ સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે