વડોદરાની મામલતદાર કચેરીઓમાં મોટાપાયે ચાલે છે રાશન કાર્ડનું કૌભાંડ, ભાજપના નેતાઓ કરે છે બચાવ

 કલેક્ટર, મામલતદાર, તલાટી કોઈ પણ અધિકારીઓ ફોન ઉપાડતા નથી હોતા. અધિકારીઓની પકડ શાસકો કરતા વધારે હોય છે તેવું દેખાય છે. જે સરકારી કાર્ડ કઢાવવાના સત્તાવાર રીતે 50 થી 100 રૂપિયા ફી હોય છે તેને બદલે 4 થી 5 હજાર રૂપિયા લઈને એજન્ટો અને સરકારી અધિકારીઓ એજન્ટ રાજ ચલાવે છે.

વડોદરાની મામલતદાર કચેરીઓમાં મોટાપાયે ચાલે છે રાશન કાર્ડનું કૌભાંડ, ભાજપના નેતાઓ કરે છે બચાવ

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા શહેરની મામલતદાર કચેરીઓમાં ચાલતા મસમોટા રાશનકાર્ડ કૌભાંડનો ઝી24કલાકે કર્યો છે પદર્ફાશ. ઝી24કલાકના ઓપરેશન એજન્ટ નામના સ્ટીંગ ઓપરેશનમાં આ તમામ હકીકતો કેમેરા સામે આવી ગઈ છે. જોકે, તેમ છતાં શાસકપક્ષના ધારાસભ્યો કરી રહ્યાં છે અધિકારીઓનો બચાવ અને કરી રહ્યાં છે ભાજપના શુશાસનની વાત. જે સરકારી કાર્ડ કઢાવવાના સત્તાવાર રીતે 50 થી 100 રૂપિયા ફી હોય છે તેને બદલે 4 થી 5 હજાર રૂપિયા લઈને એજન્ટો અને સરકારી અધિકારીઓ એજન્ટ રાજ ચલાવે છે.

કોઈપણ ફરિયાદ સામાન્ય જનતાને ધ્યાને લેવાતી નથી. વડોદરા શહેરની ચારેય મામલતદાર કચેરીઓ કલેક્ટર હસ્તગત આવે છે. જ્યાં ખોટી રીતે રાશન કાર્ડ કાઢી આપવામાં આવે છે. અધિકારીઓ મીડિયાના ફોન નથી ઉપાડતા તો સામાન્ય પબ્લિકની વાત શું સાંભળે આ લોકો. કલેક્ટરની છત્રછાયામાં એજન્ટ રાજ ચાલે છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. કારણકે, વડોદરાની કચેરીઓમાં ચાલતા ગોરખધંધા સામે આવી ગયા છે.  કલેક્ટર, મામલતદાર, તલાટી કોઈ પણ અધિકારીઓ ફોન ઉપાડતા નથી હોતા. અધિકારીઓની પકડ શાસકો કરતા વધારે હોય છે તેવું દેખાય છે.

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, સરકારી કચેરીઓમાં અધિકારીઓ જ આ ભ્રષ્ટાચાર ચલાવે છે. કારણકે, આ અધિકારીઓ પોતે એજન્ટો પાસેથી કટકી કરીને લાખો રૂપિયા કમાય છે. જેમાં ગરીબ લોકોનું વિધવા મહિલાઓનું શોષણ થાય છે. સરકાર અને સરકારી તંત્ર આ એજન્ટ રાજ માટે અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. મામલતદાર કચેરીઓ, તલાટી કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં કોઈ સરખા જવાબ આપતા નથી. ત્યારે અધિકારીઓ સેવા કેન્દ્રોમાં બેસીને લાલિયાવાડી ચલાવે છે. અધિકારીઓના બદલે એજન્ટો પબ્લિકને જવાબ આપે છે. અને પબ્લિકને પૈસા લઈને કામ કરાવવું પડે છે. પબ્લિકને રાઈટ ટાઈમને આવકનો દાખલો મળતો નથી. ગરીબ માણસોના પૈસા લૂંટી જાય છે.

 
રાવપુરાના ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ ઝી24કલાક સાથેની વાતચીતમાં કહ્યુંકે, કોઈ ભ્રષ્ટાચાર થતો નથી. કચેરીઓમાં અધિકારીઓ સારી રીતે કામ કરે છે. સંબંધિત એજન્ટો સરકારની ધ્યાને આવવું જોઈએ. એટલે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી હતા ત્યારે પોતે રેડ કરીને આવું ઘણું ખરું તો બંધ થઈ ગયેલું છે. આવું કઈ છતાં ધ્યાને આવે તો અધિકારીઓનું ધ્યાન દોરે. અમારી પાસે આવી કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ નથી. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને ધ્યાને દોરીને ફરિયાદ કરવી જોઈએ. મુખ્યમંત્રીએ પણ વોટ્સએપ નંબર આપ્યો છે ત્યાં ફરિયાદ કરો. વડોદરાના તમામ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં જંગીબહુમતથી જીત્યા છે એટલે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વાત ખોટી છે. છતાં અમારા ધ્યાને આવશે તો જોઈશું.

વડોદરા જિલ્લાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યુંકે, અમે તો સતત પબ્લિકની વચ્ચે રહીએ છીએ. મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી. જો કોઈ ફરિયાદ આવશે મારી પાસે તો હું કોઈપણ ચમારબંદી અધિકારી હશે તો એની સામે પગલાં લઈશું. સહેજ પણ આવું ચલાવી લેવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news