Statue of Unity માં દિવાળીમાં ફરવા જવા માટે બુકિંગ નથી મળી રહ્યું તો ચિંતા ન કરો, આવી છે મોટી ખબર

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ હવે દેશ અને વિદેશના પ્રવાસીઓમાટે Statue of Unity હોટફેવરિટ સ્પોટ બન્યું છે. નર્મદા  જિલ્લાનું પ્રવાસન (tourism) સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં (diwali vacation) અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ જતા તમામ ઓનલાઇન સ્લોટ વધારી દેવાયા છે. કોરોના મહામારીમાં જે સ્લોટ ઓછા કર્યા હતા, તેને પણ દિવાળી માટે ખુલ્લા કરી દેવાયા છે.
Statue of Unity માં દિવાળીમાં ફરવા જવા માટે બુકિંગ નથી મળી રહ્યું તો ચિંતા ન કરો, આવી છે મોટી ખબર

જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ હવે દેશ અને વિદેશના પ્રવાસીઓમાટે Statue of Unity હોટફેવરિટ સ્પોટ બન્યું છે. નર્મદા  જિલ્લાનું પ્રવાસન (tourism) સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં (diwali vacation) અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ જતા તમામ ઓનલાઇન સ્લોટ વધારી દેવાયા છે. કોરોના મહામારીમાં જે સ્લોટ ઓછા કર્યા હતા, તેને પણ દિવાળી માટે ખુલ્લા કરી દેવાયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ સ્થળ કોરોનાકાળને બાદ કરતા ક્યારેય ખાલી રહ્યુ નથી. હવે સ્થિતિ એવી છે કે, ભારતભરના પ્રવાસીઓ અન્ય જગ્યાએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા (kevadia) દિવાળીની રજાઓમાં અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. નર્મદાના કેવડિયા પ્રવાસન ધામ (tourists places) દિવાળીની રજાઓમાં ખાસ પ્રવાસીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટનો સ્લોટ પણ હાઉસફુલ થઇ ચૂક્યો છે. સાથે સ્ટેચ્યુ પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ 6 નવેમ્બર સુધી પ્રવાસીઓએ (tourists) બુક કરાવી દીધા છે અને હાલ પણ ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. જ્યારે જંગલ સફારીમાં પણ 3000 થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. 

જોકે પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ કેવડિયા હાલ બની રહ્યું છે. દિવાળી (Diwali 2021) ની રજાઓમાં દૂર ફરવા જવું ખૂબ જોખમી છે. એટલે કેવડિયામાં ત્રણ દિવસ પણ ઓછા પડે છે. અહિયાનું વાતાવરણ પણ ખૂબ મનમોહક છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. જોકે હવે સરકારે પણ તમામ ઓનલાઇન સ્લોટ વધારી દીધા છે. કોરોના મહામારીમાં જે સ્લોટ ઓછા કર્યા હતા, તેને પણ ખુલ્લા કરી દેવાયા છે.

આ વર્ષના દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ પર આવતા પ્રવસીઓ માટે ખાસ સ્ટેચ્યુ પાસે મુકેલ ઈ-રીક્ષા, ઈ-કાર ભુલભુલૈયા જેવા નવા પ્રોજેક્ટ્સ પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહશે. sou સત્તા મંડળ દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે. સાથે જ રોજના 30 થી 35 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુની ઓનલાઇન ટિકિટ બુક કરાવતા હોવાથી ટેન્ટ સિટી, રમાળા હોટલનું બુકિંગ ફૂલ થઇ ચૂક્યું છે. ત્યારે કોરોના મહામારી બાદ પ્ર્થમ વખત આ વર્ષે પ્રવાસીઓ દિવાળી વેકેશન નર્મદામાં મનાવશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news