Gujarat University Controversy : ગુજરાત યુનિવર્સિટીમાં હુમલા બાદ વાઈસ ચાન્સેલરે લીધો મોટો નિર્ણય, કુલ 5 આરોપીની ધરપકડ

 Gujarat University Namaz Dispute : ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મામલે વિવાદમાં પોલીસની તપાસ તેજ... અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ.... ગઈકાલે 2 બાદ આજે વધુ 3 આરોપીઓ પકડાયા

Gujarat University Controversy : ગુજરાત યુનિવર્સિટીમાં હુમલા બાદ વાઈસ ચાન્સેલરે લીધો મોટો નિર્ણય, કુલ 5 આરોપીની ધરપકડ

Gujarat University Namaz Controversy : ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે થયેલા વિવાદ સામે યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ પણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી. જોકે કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે કુલપતી નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

કેમ્સપમાં ધાર્મિક પ્રવૃત્તિઓને લઈને એબીવીપી દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદન પત્ર આપવામં આવ્યુ હતું. ત્યારે ABVP ના આવેદન પત્ર સામે વાઇસ ચાન્સલરે જણાવ્યું કે, ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાઈ છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યુરિટીમા અમને ખોટ દેખાઈ છે તેમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે. પરંતું ફાયર સેફટીના અભાવે તેમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી. બે દિવસ પહેલા જ અમને ફાયર NOC મળી છે. હવે વિદેશી વિદ્યાર્થીઓને ત્યાં જગ્યા આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓની સિક્યુરિટી માટે એક્સ આર્મીમેનને મુકવામાં આવશે. નવા હોસ્ટેલને એલોટમેન્ટ કરવા પહેલા વિઝીટર્સને નો એન્ટ્રી માટેની ચર્ચા કરવામાં આવી છે. અમે એક કમિટી બનાવી છે જે લોકો વિડિઓઝ વાયરલ થયા છે તેની તપાસ કરશે. તેઓ રિપોર્ટ આપશે કે હુમલાખોરો યુનિવર્સિટીના છે કે બહારના છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 18, 2024

 

સાથે જ કેમ્પસમાં ધાર્મિક પ્રવૃતિઓને લઇ વાઇસ ચાન્સલરે કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓને સૂચના આપાઈ ગઈ છે કે, ધાર્મિક ઉપાસના ગ્રુપમાં કરવી હોય તો ઉપાસના સ્થળે જાય. નહિ તો પોતપોતાના રૂમમાં ઉપાસના કરે. ફક્ત નમાઝી માટે જ નહી, પણ કોઈ પણ ધાર્મિક પ્રદર્શન ના કરે. 

પાંચ આરોપીની ધરપકડ 
ગુજરાત યુનિવર્સિટી હુમલામાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે બે અને આજે ત્રણ આરોપી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં આરોપી ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહિલ દુધતીયાની ધરપકડ આજે કરાઈ છે. અફઘાની વિદ્યાર્થી હારુને ક્ષિતિજ પાંડેને લાફો માર્યો હતો. લાફો માર્યા બાદ મામલો બીચક્યો હતો.

ધરપકડ કરેલા આરોપી
હિતેશ મેવાડા, ભરત પટેલ, ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ, સાહિલ દુધકિયા 

મહત્વનું છે કે શનિવાર મોડી રાત્રે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટલના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. હોસ્ટેલમાં થયેલી મારામારીમાં 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી હતી.  ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને યુનિવર્સિટી હોસ્ટેલમાં DCP કક્ષાના અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી દીધી છે. 

સમગ્ર મામલે ગૃહ વિભાગ એક્શનમાં મોડમાં આવ્યું છે. સુરક્ષા અને સલામતીનો મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન રાખવા ટકોર કરવામાં આવી છે. હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરી તાત્કાલિક અટકાયત કરી કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. અત્યાર સુધી કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંગેની પણ ગૃહરાજ્ય મંત્રીએ વિગતો મેળવી છે. આ ઘટના ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ રદ કર્યો છે અને અમદાવાદ પોલીસ કમિશ્રનર પાસે આ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે. તો આ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલ બબાલ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો આ ઘટનામાં દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news