Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે આજના દિવસ માટે કરી હતી મોટી આગાહી
Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડા બાદ હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે... આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે
Trending Photos
Ambalal Patel Prediction : ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી છે. વાવાઝોડું તો ગયું કે, હવે ચોમાસું ક્યારે આવશે તેવો સવાલ થાય છે. ત્યારે અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આજે 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે.
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી#ambalalpatel #WeatherUpdate #weatherforecast #monsoon2023 #monsoon #ZEE24KALAK #gujarat
Read More : https://t.co/g0eZKlHDEQ pic.twitter.com/LJwRdrgXCG
— Zee 24 Kalak (@Zee24Kalak) June 21, 2023
જુન મહિનાના અંતમા ધોધમાર વરસાદ આવશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવું અનુમાન છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
ભારે વરસાદથી પૂર આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચોમાસું અતિભારે રહેશે. જેથી નદીઓના જળસ્તર પણ વધશે. ખાસ કરીને નર્મદા, તાપી નદી, સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. તો સાથે જ નાના જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. આ વરસાદ ગુજરાતની પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે