આજે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે : હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
Weather Update Today : ભરશિયાળે આજે અને આવતી કાલે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી,,,, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે માવઠું
Trending Photos
Gujarat Weather Forecast : ભરશિયાળે આજે અને આવતી કાલે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી આવી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનુ સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગહી કરી કે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. આ કારણે ખેડૂતો અને APMCને સોમ-મંગળ-બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકીને રાખવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ, ગુજરાતમાં કડકડતી ઠંડીની આફત તો યથાવત જ છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. લોકોએ ઠંડીથી બચવા લોકોએ તાપણીનો લીધો સહારો લીધો છે.
આજે, આવતી કાલે અને પરમ દિવસે એમ કુલ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો આવતી કાલને 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર વરસાદ પડવાની આગાહી કરી છે.. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, અને દાદરા અને નગર-હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે.. જેના કારણે રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.
8 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.
9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદન આગાહી
9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે