Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા
Gujarat Rain Prediction: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા એવું જણાયું. હવે સપ્ટેમ્બર મહિનો કેવો જશે એની ચિંતા પેઠી છે. ખેડૂતો પણ વરસાદની સંતાકૂકડીથી ચિંતાતૂર બન્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Rain Prediction: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા એવું જણાયું. હવે સપ્ટેમ્બર મહિનો કેવો જશે એની ચિંતા પેઠી છે. ખેડૂતો પણ વરસાદની સંતાકૂકડીથી ચિંતાતૂર બન્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાએ એવું પણ જણાવ્યું કે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે. બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તે પણ ખાસ જાણો.
આગામી 7 દિવસ કેવા રહેશે
હવામાન ખાતાએ આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરી છે. હવામાન ખાતાના અભિમન્યુ ચૌહાણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ સાથે સુરત, વલસાડ,નવસારી,તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર માં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો
શું કહે છે અંબાલાલની આગાહી
બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવા સંકેત છે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે.
એક પછી એક મજબૂત સિસ્ટમ
અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. એક સપ્ટેમ્બર પછી ગરમીમાં વધારો જોવા મળી શકે છે. ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો પડવાની સંભાવના છે. તારીખ 10-15 સાપ્ટેમ્બરમાં રબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા વરસાદ થવાની શક્યતા છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે