આ પાટીદાર યુવતીએ વર્ણવ્યું તે સાંભળીને તમે અમેરિકા જવાની ફાઈલ પાછી ખેંચી લેશો

gujarati couple kidnap in iran : અમદાવાદના પટેલ દંપતીની અમેરિકા જવાનું કહીને ઈરાનની હોટલમાં બંધક બનાવાયા.... ગુજરાત સરકારના પ્રયાસોથી દંપતી મુક્ત થઈને અમદાવાદ પહોંચ્યું   
 

આ પાટીદાર યુવતીએ વર્ણવ્યું તે સાંભળીને તમે અમેરિકા જવાની ફાઈલ પાછી ખેંચી લેશો

Gujaratis In America અમદાવાદ : અમેરિકાની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. પરંતુ હવે અમેરિકાનું સપનુ જોવુ પણ દુષ્કર બની રહ્યું છે. આવામાં જીવતેજીવ મોત જોઈને પરત ફરેલું પટેલ દંપતીએ જે વર્ણવ્યું તે જાણીને તમે તમારી અમેરિકા જવાની ફાઈલ પાછી ખેંચી લેશો. અથવા તો ગેરકાયદે અમેરિકા જવા માટે વિચાર્યું હશે તે પણ માંડી વાળશો. અમદાવાદનું એક દંપતી ગેરકાયદેસર અમેરિકા જવા નીકળ્યુ હતું, જેમનુ ઈરાનમાં અપહરણ કરાયું. અપહરણકારોએ યુવકના શરીર પર બ્લેડથી ઘા માર્યા. તેણે મદદ માટે આજીજી કરી. ગુજરાત સરકારના પ્રયાસોથી આ યુવક અને તેની પત્ની હેમખેમ પાછા આવ્યા. પરંતુ આ ઘટના બાદ દંપતી પૈકી પત્ની નિશા પટેલે જે વર્ણવ્યું રુંવાડા ઉભા કરી દે તેવું છે. 

આ દંપતીનું નામ પંકજ પટેલ અને નિશા પટેલ. બંનેને અમદાવાદ લાવીને સૌથી પહેલા સારવાર આપવામાં આવી હતી. અમદાવાદ છોડ્યા બાદ તેમની સાથે શું શું થયું તે વિશે નિશા પટેલે જણાવ્યું કે, અમને ગેરકાયદેસર અમેરિકા લઈ જવા માટે 1.15 કરોડમાં સોદો થયો હતો. અમે મેક્સિકોથી અમેરિકા પહોંચાડવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ અમારો રુટ ક્યારેય બદલાઈ ગયો તેની અમને જાણ જ ન કરાઈ. ઈરાનમાં અમારા પર જે વિત્યુ તે કોઈના પણ વિચારોની બહાર છે. 

ખોટું ચિત્રણ બતાવવા બાબતે તે કહે છે કે, ઈરાનમાં અમારું હોટલમાં બુકિંગ હતુ, તેને બદલે અમને નિર્જન જગ્યાઓ પર લઈ જવાયા. ત્યાં અમે વિદેશમાં હોઈએ તેમ અમારા વીડિયો બનાવીને કામ પૂરુ થયુ હોય તેવુ બતાવાયું. બાદમાં રૂપિયા માગવામાં આવ્યા. 

આ ઘટનામાં ગુજરાતી દંપતી એકલુ ન હતું. તેમની સાથે 8 જેટલા લોકો હતા, જેમને આ પ્રકારે યાતના આપવામા આવી હતી. ત્યારે નિશા પટેલ અમેરિકા જવાના ખ્વાબ જોનારા લોકોને જણાવ્યું કે, જ્યારે પણ તમે એજન્ટની પસંદગી કરો, એજન્ટ વિશ્વાસ હોય તે પણ જરુરી છે. જે તમને કાયદેસર રીતે (વિદેશ) લઈ જાય તેમના સંપર્કમાં રહેવું જોઈએ, લેભાગુ અને અજાણ્યા એજન્ટની સાથે ચર્ચા ના કરવી. 

ગેરકાયદેસર રીતે મેક્સિકો જનારાને મેક્સિકોથી જવુ પડે છે. પરંતુ નિશા પટેલ કહે છે કે, તહેરાન સુધીના વિઝા કાયદેસર હતા પરંતુ ગેરકાયદેસર અમારે મેક્સિકોથી અમેરિકામાં પગ મૂકવાનો હતો એ જ હતું. ઈરાનથી અમને મેક્સિકો લઈ જવાના હતા પરંતુ આગળ ક્યાંય લઈ ગયા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news