અમેરિકામાં પાટીદાર યુવકના સ્ટોરમાં લૂંટ, 6 મહિનામાં બીજીવાર લૂંટારુંઓએ સ્ટોર પર કર્યો હુમલો
gujarati store robbed in america : અમેરિકામા રહેતા પાટીદાર યુવકના સ્ટોરમાં વર્ષમાં બીજીવાર લૂંટારુઓ ત્રાટક્યા... 8 ઓક્ટોબરના રોજ બની હતી ઘટના... આખી ઘટના વીડિયોમાં કેદ
Trending Photos
gujaratis in america : વિદેશની ધરતી પર ગુજરાતીઓ સલામત નથી, તેવા અસંખ્ય બનાવો બનતા હોય છે. ખાસ કરીને અમેરિકાની ધરતી પર ગુજરાતીઓ સાથે બનાવો બનતા રહે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમેરિકાના વર્જિનિયામા એક ગુજરાતી પરિવારના સ્ટોરમાં લૂંટ થઈ હતી. ત્રણ દિવસ પહેલા આ લૂંટ થઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પાટીદાર યુવક શ્યામલ પટેલનો આ સ્ટોર છે, જેમાં લૂંટ કરાઈ હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, ચાલુ વર્ષમાં બીજીવાર આ સ્ટોરમાં લૂંટ ચલાવાઈ હતી. લૂંટારું કેશિયરને રિવોલ્વર બતાવીને બધી જ કેશ સાફ કરી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના વર્જિનિયામાં શ્યામલ પટેલ નામના એક પાટીદાર યુવકનો સ્ટોર છે. માલિકીના સ્મોકી લોંજ સ્મોક સ્ટોરમાં ૮ ઓક્ટોબરના રોજ સવારે પાંચ વાગ્યે આ લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં લૂંટારાએ કેશ કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને હથિયાર બતાવીને કેશની લૂંટ કરી હતી. લૂંટારું અંદર ઘૂસી ગયો હતો, અને તેણે સ્ટોરમાં મૂકેલી તમામ કેશ લૂંટી લીધી હતી.
આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. ચેસ્ટરફીલ્ડ કન્ટ્રી પોલીસ હાલ માસ્ક પહેરીને આવેલા સસ્પેક્ટે ગ્રે હુડી અને ડાર્ક પેન્ટ્સ તેમજ બ્લેક શૂઝ પહેરેલા લૂંટારુની શોધ ચલાવી રહી છે. પરંતુ હજુ સુધી અમેરિકાની પોલીસ લૂંટારુઓની પહોંચથી દૂર છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ જ સ્ટોરમાં એક વર્ષમાં બીજીવાર લૂંટ થઈ
ચોંકાવનારી બાબત એ છે કે, શ્યામલ પટેલના આ સ્ટોરમાં ચાલુ વર્ષમાં બીજીવાર લૂંટની ઘટના બની છે. ગત એપ્રિલ મહિનામાં પણ આ જ પ્રકારને લૂંટનો પ્રયાસ કરાયો હતો. એકવાર લૂંટનો પ્રયાસ થયો હોવાથી શ્યામલ પટેલે તાત્કાલિક અસરથી સ્ટોરમાં નવા 12 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સ્ટોરની સેફ્ટી સિસ્ટમ વધારી હતી. તો નવી સિક્યોરિટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરી હતી. છતાં બીજીવાર સ્ટોરમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. તેમણે સ્ટોરમાં એવી સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી છે કે, રાત્રે 8 વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિને સ્ટોરમાં ખરીદી માટે કે કોઈ કારણોસર એન્ટ્રી કરવી હોય તો ડોરબેલ લગાડવી પડે છે. તેના બાદ જ સ્ટોરમાં રહેલી વ્યક્તિ અંદરથી દરવાજો ખોલે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે