અમદાવાદ: ગુજકેટની પરીક્ષા 30 જુલાઇએ લેવાશે, સરકાર પર વિદ્યાર્થીઓની ચળવળની અસર?
Trending Photos
અમદાવાદ : ગુજકેટ (GUJCET) 2020 ની પરીક્ષા આગામી 30 જુલાઇએ ગુરૂવારના રોજ લેવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, GUJCET 2020 પરીક્ષા અગાઉ 31 માર્ચ, 2020ના રોજ નક્કી કરવામાં આવેલી હતી. જો કે કોરોનાની હાલની સ્થિતીને લીધે આ પરીક્ષા વિદ્યાર્થીઓનાં હિતમાં મોકૂફ રાખવામાં આવી હતી. આગામી જુલાઇમાં લેવાનારી GUJCET ની પરીક્ષામાં કુલ 1,25,381 વિદ્યાર્થીઓ હાજર રહેશે.
Covid 19 હાલની સ્થિતીમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જેવા વિષયનો શૈક્ષણિક કાર્યક્રમો Youtube પર અપલોડ કરવામાં આવશે. હાલમાં કોરોનાને કારણે જે સ્થિતી સર્જાઇ છે, તેમાં ખાસ કરીને રાજ્યનાં 12 વિજ્ઞાન પ્રવાહનાં લાખો વિદ્યાર્થીઓ JEE, NEET અને GUJCET જેવી તમામ પરીક્ષામાં ઘરે બેઠા જ માર્ગદર્શન મેળવી શકે તે માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારનુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અનુસાર ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને કોર્સ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે Youtube મા અપલોડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ તમામ પરીક્ષાનું માર્ગદર્શન સરળતાથી મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ પરીક્ષાઓ અને સરકારી પરીક્ષાઓની રાહ જોઇને બેઠેલા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા પર સરકાર અને તંત્ર વિરુદ્ધ #DeclareGujExams હેશટેગ ચલાવ્યો હતો. જેના કારણે સરકાર પર પરોક્ષ દબાણ ઉભુ કરવામાં વિદ્યાર્થીઓ કેટલાક અંશે સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે