મહેસાણામાં એક એવું સ્થળ જ્યાં લોકો આત્માને પીવડાવે છે પાણી
સ્થાનિકો અને રાહદારીઓને સતત એવો ભાસ થયા કરે છે કે અહીં કોઇ સતત પાણી માંગી રહ્યું છે
Trending Photos
તેજસ દવે/ મહેસાણા: આમતો મૃત્યુ પછી માણસ ને કોઈ વસ્તુનીજરૂર નથી.પરંતુ મહેસાણા જિલ્લામાં એક સ્થળ એવું છે કે જ્યાં મૃત્યુ પછી પણ મૃતકો ને પાણી માંગે છે..કયું છે આ સ્થળ અને કેમ લોકો અહીં પાણી મૂકે છે.અને કેમ માગે છે મૃતકો પાણી જાણવુ ઘણુ રસપ્રદ છે. આ પાણી રાહદારીઓ માટે નથી..આ પાણી પશુ પંખી માટે પણ નથી. મૃતકો માટે અહીં મુકાય છે પાણી. મહેસાણાના મોઢેરા પાટણ રોડ ઉપર આ પરંપરા વર્ષ 2013 થી ચાલી આવે છે.
આ એક એવું સ્થળ છે કે જ્યાં માન્યતા છે કે મૃતકો અહીં પાણી માંગે છે. અને લોકો તેમના માટે અહીં પાણી ની બોટલ કે પાઉચ મુકતા જય છે. વર્ષ 2013માં આ સ્થળે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને એક જ પરિવાર ના અહીં 6 લોકો ના જીવ ગયા. જે લોકો નો અકસ્માત થયો હતો તે છેલ્લા શ્વાસ સુધી પાણી માંગતા રહ્યા. પાણી ની માંગ સાથે તેમનો જીવ તડપી તડપી ને ગયો ત્યારથી અહીં પસાર થતા લોકોને એવો ભાસ થાય છે કે અહીં કોઈ પાણી માંગે છે. બસ ત્યારથી લોકો અહીં પાણી મુકવા લાગ્યા.
પાણી મુકવા સુધી તો ઠીક પણ ગુંજાલા ગામના 6 મૃતકો નો આત્મા લોકો ની માનતા પણ પૂર્ણ કરે છે તેવી અંધશ્રદ્ધા લોકોમાં ફેલાઈ ગઈ છે..આવતા જતા લોકો પાણીની બોટલ કે પાઉચ અહીં ચઢાવે છે..અને પોતાનું ધાર્યું કામ થાય તેવી બાધા અહીં રાખે છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવી જ જોઈએ..પરંતુ જ્યાં એક તરફ કાળઝાળ ગરમી છે,ત્યારે જો આ પાણીની બોટલ અને પાઉચ કોઈ તરસ્યાની તરસ છીપાવવા માટે કામ આવે તો કદાચ મૃતકો ના આત્માને વધુ ઠંડક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે