અમદાવાદીઓને આજથી મળશે આ રાહત, ગરમીમા ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી શેકાવુ નહિ પડે
Heatwave Alert : ગરમીમાં વાહનચાલકોને રાહત આપતો નિર્ણય... અમદાવાદમાં આજથી 127 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે... આજથી બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ...
Trending Photos
Ahmedabad News : ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આવામાં અમદાવાદમાં 23 અને 24 એપ્રિલે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે વાહનચાલકોને હાલાકી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને AMC એ મોટો નિર્ણય લીધો છે. આજથી બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી અમદાવાદના 58 સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે.
ગરમીમાં અમદાવાદના વાહનચાલકોને રાહત આપતો નિર્ણય એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો છે. અમદાવાદમાં આજથી કેટલાક ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, તો મહત્વના ટ્રાફિક સિગ્નલ પર સમય મર્યાદા ઘટાડવામા આવી છે. આજથી અમદાવાદના 127 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. આજથી બપોરે 12થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તો સાંજે 4 વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ કરાશે. એએમસી દ્વારા પણ શહેરના બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.
તો સાથે જ આજથી અમદાવાદના 58 સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે.
ઉલ્લેખનીય છે કે, ભારતનો 90 ટકા હિસ્સો હીટવેવના ડેન્ઝર ઝોનમાં છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસના તારણ મુજબ આ આંકડો આપવામા આવ્યો છે. જે ચોંકાવનારો છે. ગરમીના પ્રકોપથી છેલ્લાં 50 વર્ષમાં 17,000થી વધુ મોત થયા છે. વર્ષ 1971 થી 2019 સુધીમાં 706 હિટવેવની ઘટનાઓ વધી છે. દિલ્હીમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાનો એક્શન પ્લાન નિષ્ફળ રહ્યો છે. હાલ આખું દિલ્લી હિટવેવના કારણે ગરમ લૂની ઝપેટમાં આવી જવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે