પતિએ પત્નીના અશ્લિલ ફોટા સાળાને મોકલ્યા, કહ્યું તારી બહેનના ધંધા આખુ ગામ જોશે
સોલા વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: સોલા વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચાંદલોડિયામાં રહેતા અને ડેન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ડોક્ટર યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા અને આ યુવકનું અન્ય સ્ત્રી સાથે લફડું સામે આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન
ગઇકાલે સવારે ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે. આ ધમકીભર્યા મેસેજ યુવકના પિતાના ફોનમાં પણ આવ્યા હતા. આ બાબતને લઇને ડોક્ટર યુવક શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા અને ત્યાં અરજી આપતા સોલા પોલીસે બોલાવી ફરિયાદ નોંધી છે.
LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે