RTO માં જો તમે કોઈ કામ કરાવવા જાઓ તો એજન્ટોથી સાવધાન, નહીં તો તમારા ડોક્યુમેન્ટ...

પોલીસે ઝડપી પાડેલા બન્ને શખ્સોના નામ વસીમ કછોટ અને રીયાઝ મંસૂરી. બન્ને આરોપીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરીને RTO માં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા બનાવટી લાઈટ બીલ અપલોડ કર્યું હતું

RTO માં જો તમે કોઈ કામ કરાવવા જાઓ તો એજન્ટોથી સાવધાન, નહીં તો તમારા ડોક્યુમેન્ટ...

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ RTO માં ભલે એજન્ટપ્રથા બંધ થઈ હોય પણ આ માત્ર કહેવા પૂરતું હોય તેવી સ્થિતી છે. કારણકે તાજેતરમાં RTO ઇન્સ્પેકટરને બે એજન્ટોએ મળીને એક ગાડીની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી આરટીઓમાં જમા કરાવી દિધું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ઝડપી પાડેલા બન્ને શખ્સોના નામ વસીમ કછોટ અને રીયાઝ મંસૂરી. બન્ને આરોપીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરીને RTO માં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા બનાવટી લાઈટ બીલ અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલ અંગે ખરાઈ કરતા બનાવટી હોવાની જાણ થતા RTO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી. જેને પગલે રાણીપ પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓની પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વેંચવામાં આવી હતી. જેમાં લોન કેન્સલ તેમજ એડ્રસ ચેન્જ કરવા માટે મૂળ માલિકનાં ડોક્યુમેન્ટની જરૂર પડતા બારોબાર એજન્ટો થકી આ સેટીંગ કરાવવામાં આવતું અને મૂળ માલિકની ગાડી બેંકે સીઝ કરી હોવાથી તે મંજૂરી ન આપે તેવી બાબતને લઈને વાહન ખરીદનારે આ કામગીરી આરોપીઓને 60 હજાર રૂપિયામાં સોંપી હતી. જેથી આરોપીઓએ લાઈટ બીલ કંપનીની સાઈટ પરથી ઈ બીલ ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી બોગસ બીલ બનાવ્યું હતું.

હાલ તો રાણીપ પોલીસે બન્ને RTO એજન્ટોની ધરપકડ કરી અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચર્યા છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે કે RTO અધિકારીઓના આંખ આડા કાન કરવાની નીતિ ક્યારે બંધ થાય છે અને એજન્ટ રાજ ક્યારે સંપૂર્ણ બંધ કરાવી શકે છે કે નહીં તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news