ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: આ 5 યોજનાની સહાય હવે જિલ્લા મધ્યસ્થ બેન્કમાં થશે જમા
ખેડૂતો માટે એક જાણવા જેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. આ વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમા જમા થશે. પહેલા આ પૈસા રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા થતા હતા.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે. સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા થતી હતી. પરંતુ હવે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે
કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે