'નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા...વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો'

ગેનીબેને બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં જણાવ્યું હતું કે, નાની મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના બદલે ગામના આગેવાનો ભેગા મળી ન્યાય કરજો, અમુક ગામની વસ્તી કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે.

'નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા...વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો'

ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે. નાની મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન જવાના બદલે ગામના આગેવાનો ભેગા મળી ન્યાય કરજો. ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ના જતા સમાજ કુટુંબને ભેગા મળી કરી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ વચેટીયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરતા એક નિવેદન આપ્યું છે. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ થાય. મને અભિનંદન આપવાનું મન થાય છે કે અસાણા ગામ પોલીસ સ્ટેશન એ ઓછું જતું હશે. નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 13, 2025

તેમણે ઉમેર્યું હતું કે જો પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે અને જો ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે તો એ વસ્તુ અલગ છે. ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાની મોટી બબાલ થાય તો ઘરમાં પતાવી દેજો, સમાજ વાળા ન્યાય કરશે તેઓ પોલીસવાળા નહીં કરે. ગેનીબેન ઠાકોરે સમાજને સમાજને સમાધાનકારી વલણ અપનાવવા ટકોર કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news