રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...

શહેરમાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા સાથે ઇન્ટાગ્રામ પર સંપર્ક કર્યા બાદ ફરવા લઇ જઇને અડપલા કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ટ્યુશન ક્લાસમાં એક-બીજા સાથે ઓળખાણ થયા બાદ સંપર્ક આગળ વધ્યો હતો અને મિત્રતામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટમાં ફરી એક વખત સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સંપર્ક થયા બાદ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.
રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...

રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેરમાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા સાથે ઇન્ટાગ્રામ પર સંપર્ક કર્યા બાદ ફરવા લઇ જઇને અડપલા કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ટ્યુશન ક્લાસમાં એક-બીજા સાથે ઓળખાણ થયા બાદ સંપર્ક આગળ વધ્યો હતો અને મિત્રતામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટમાં ફરી એક વખત સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સંપર્ક થયા બાદ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.

રાજહંસ બન્યા ભાવનગરનાં મહેમાન, હિમાલય સર કરીને આવે છે પક્ષીઓ
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા પર સત્યજીતસિંહ ઝાલા નામનાં શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. પોલીસનાં કહેવા મુજબ, આરોપી સત્યજીતસિંહ ઝાલા અને સગીરા વચ્ચે ટ્યુશન ક્લાસમાં ઓળખાણ થયા બાદ ઇન્ટાગ્રામથી સંપર્ક વધ્યો હતો. ત્યારબાદ સગીરાને કારમાં લઇ જઇને જામનગર રોડ પર આવેલ માધાપર ચોકડીથી મોરબીરોડ ઓવરબ્રિજ નીચે કારમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સગીરા પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં આરોપી સત્યજીતસિંહ ઝાલાએ અગાઉ પણ બે વખત મળવા માટે બોલાવી હતી. ગત 22 જાન્યુઆરીનાં રાત્રે આરોપીએ તરૂણીને મળવા માટે બોલાવતા તેનાં ઘર પાસે આરોપી કારમાં આવ્યો હતો. તરૂણીને લઇને કારમાં જામનગર રોડ પર પહોંચ્યો હતો. જ્યાં તેને સગીરા સાથે અડપલા કર્યા બાદ કોઇને કહીશ તો જાનથી મારી નાખીશની ઘમકી આપી ઘરે ઉતારી ગયો હતો. હતપ્રત સગીરાએ તેનાં પરિવારજનોને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

હાલ તો પોલીસે સગીરાની માતાની ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી સત્યજીતસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી બહાર છે, ત્યારે પોલીસે ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સોશ્યલ મિડીયાથી સગીરાઓને પ્રેમજાળ અને મિત્રતા કેળવી દુષ્કર્મની ઘટનાઓ અવાર - નવાર સામે આવે છે ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે પણ લાલબતી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news