VADODARA માં પોતાની પત્ની ભાગી જતા ધોબી બીજાની પત્ની લઇને ભાગી ગયો, પોલીસ કપડા શોધવા નિકળી
Trending Photos
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્ટા સ્કૂલ પાસેના વિસ્તારમાં એક ખુબ જ વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં ધોબી એક યુવકની પત્નીને ભગાડી ગયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા પતિએ ધોબીની લારી લઇને જતો રહ્યો હતો. જેના કારણે લોકો જ્યારે પોતાના કપડા લેવા માટે પહોંચ્યા તો ત્યાં લારી જ નહોતી. જેના કારણે આખરે સ્થાનિકોએ પોલીસની મદદ લીધી હતી.
પોલીસ આવતા લોકોનાં ટોળેટોળા ભેગા થયા હતા. પોલીસ પણ થોડા સમય માટે ચકરાવે ચડી હતી. લોકોએ તપાસ કરતા ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ધોબી યુવકની પોતાની પત્ની પ્રથમ લોકડાઉન દરમિયાન અન્ય યુવક સાથે ભાગી ગઇ હતી. ત્યાર બાદ યુવક એકલો રહેતો હતો. જો કે દરમિયાન તે અન્ય એક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો. ત્યાર બાદ બંન્ને ભાગી ગયા હતા. જો કે ધોબી પર ગુસ્સે ભરાયેલા તેના પતિએ ધોબીની લારી કબ્જે લઇ લીધી અને પલાયન થઇ ગયો હતો.
કારેલીબાગ વિસ્તારમા ઇસ્ત્રીની લારી ધરાવતો યુવક બીજાની પત્નીને ભગાડીને ફરાર થઇ ગય હતો. બીજી તરફ મળતી માહિતી અનુસાર એક વર્ષ પહેલા કોરોનાકાળ દરમિયાન આ ધોબી યુવકની પત્નીને અન્ય કોઇ વ્યક્તિને લઇને ભાગી ગયો હતો. ત્યારબાદ આ ધોબી યુવક અન્ય પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો અને તેને લઇને ફરાર થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે