'સરકાર બચાવો મિશન'ના ભાગરૂપે વધુ એક નવું કમિશન: પરેશ ધાનાણી

મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચવા કરવામાં આવી છે.

'સરકાર બચાવો મિશન'ના ભાગરૂપે વધુ એક નવું કમિશન: પરેશ ધાનાણી

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં બહુ ગાજેલા 4000 કરોડના મગફળી ખરીદ કૌભાડમાં ગુજરાત સરાકારે તપાસ માટે નિવૃત જજ એચ કે રાઠોડની અધ્યક્ષતા વાળા પંચની રચના કરી ગુજરાત કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મગફળી કાંડને લઇને આક્રમક લડાઇ લડવામાં આવી. દરેક ગોડાઉન પર પ્રતિક ઉપવાસ કર્યા અને અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કર્યા. જોકે અટલ બિહારી વાજપાયીના અવસાનને કારણે તેમણે ઉપવાસ મુલત્વી રાખ્યા.

સરકાર દ્વારા રચાયેલા પંચ પર નજર કરીએ તો

  1. 6 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડની તપાસ માટે જસ્ટીસ કેજી શાહ અને જસ્ટીસ નાણાવટીની અધ્યક્ષા હેઠળ પંચની રચના થઇ.
  2. 23 એપ્રીલ 2005ના રોજ સમલાયા રેલવે અકસ્માત સ્થળે હુમલાની તપાસ માટે જસ્ટીસ એન બી પટેલની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  3. 17 ઓગસ્ટ 2006ના રોજ તાપી નદીમાં આવેલા પુર હોનારતની તપાસ માટે જસ્ટીસ સુજ્ઞાબેન ભટ્ટની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  4. 1 એપ્રીલ 2008ના રોજ પાવાગઢ મંદિરમાં ભીડમાં થયેલ ધક્કામુકી બાબતની તપાસ માટે જસ્ટીસ એસ એમ સોનીની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  5. 21 જુલાઇ 2008ના રોજ આસારામ આશ્રમ ખાતે બે બાળકોના મૃત્યુ અંગેની તપાસ માટે જસ્ટીસ ડી કે ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ પંચની રચના થઇ.
  6. 6 જુન 2009ના રોજ વસતીનું ધ્રુવીકરણ થવા બાબતે જસ્ટીસ બી જે શેઠનાના અધ્યક્ષ સ્થાને પંચની રચના થઇ.
  7. 8 જુલાઇ 2009ના રોજ અમદાવાદ ખાતે ઝેરી પ્રવાહી પીણાની ધટના બાબતે(અમદાવાદમાં થયેલ લઠ્ઠાંકાડ બાબતે)જસ્ટીસ એ એમ મહેતાના અધ્યક્ષ સ્થાને પંચની રચના થઇ.
  8. 16 ઓગસ્ટ 2011ના રોજ રાજ્ય સરકારની કામગીરી સામે રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવેલ આક્ષેપ બાબત(રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓને મફતના ભાવે જમીન આપવાના કાંડ બાબતે)જસ્ટીસ એમ બી શાહની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  9. 26 નવેમ્બર 2013ના રોજ મહિલા જાસૂસી પ્રકરણમાં જસ્ટીસ સુજ્ઞબેન ભટ્ટની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  10. 16 માર્ચ 2017ના રોજ નલિયા યુવતી પર થયેલા દુષ્કર્મની તપાસ માટે જસ્ટીસ એ એસ દવેની અધ્યક્ષતાવાળા પંચની રચના થઇ.
  11. થાનગઢમાં વર્ષ 2012માં થયેલા હત્યાકાંડની તપાસ માટે સામાજીક અને ન્યાય અધિકારીતા સચિવ સંજય પ્રસાદની અધ્યતા હેઠળ કમીશનની રચના થઇ હતી જેનો રીપોર્ટ હજુ જાહેર થયો નથી.

આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જમાં જ્યુડીશરી ઇન્કવાયરી અને મહેસાણા કસ્ટોડીયલ ડેથ તથા ભાનુભાઇ વણકર આત્મવિલોપન કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે જનો રીપોર્ટ હજુ સુધી આવ્યો નથી.

સરકાર દ્વારા વર્ષ 2002 થી અત્યાર સુધી માત્ર 1 એપ્રીલ 2008ના રોજ પાવાગઢ મંદિરમાં ભીડમાં થયેલ ધક્કામુકી બાબતની તપાસ માટે જસ્ટીસ એસ એમ સોનીની અધ્યક્ષતાવાળા પંચનો અને 16 ઓગસ્ટ 2011ના રોજ રાજ્ય સરકારની કામગીરી સામે રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવેલ આક્ષેપ બાબત(રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓને મફતના ભાવે જમીન આપવાના કાંડ બાબતે)જસ્ટીસ એમ બી શાહની અધ્યક્ષતાવાળા પંચનો રીપોર્ટ વિધાનસભામા મુકવામાં આવ્યો છે.

મગફળી કાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ કે રાઠોડ પંચને લઇને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચવા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 11 પંચની રચના થઇ જેનો અહેવાલ વિધાનસભામાં મેજ થયો નથી. 

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ વિપક્ષના નેતાના સુરમાં સૂર પુરાવ્યો અને કહ્યું કે રાજ્યમાં મગફળીકાંડની ખરીદીમાં થયેલા 4000 કરોડના કૌભાંડની હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતા વાળી સમિતિ પાસે તપાસ કરવાની માંગ પર કોંગ્રેસ મક્કમ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યની ભાજપા સરકાર જ્યારે જ્યારે ભ્રષ્ટાચારમાં ઘેરાય ત્યારે બચવા માટે તપાચ પંચની રચના કરે છે. અત્યાર સુધી અનેક તપાસ પંચો બનાવ્યા છે. મગફળીની ખરીદીમાં 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે સરકાર પણ સ્વીકારી રહી છે. આ તપાસ પંચ માત્ર નાટક છે માટે કોંગ્રેસની માંગ છે કે સીટીંગ જજની દેખરેખ હેઠળ ચોક્કસ સમય મર્યાદામાં તાપસ થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news