જૂનાગઢને આજે મળશે નવા મેયર, ભાજપ કરશે પદાધિકારીઓની જાહેરાત
જૂનાગઢમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે નવા મેયરની પસંદગી થવાની છે. આ વચ્ચે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું તે રહેશે કે ભાજપ ક્યા કોર્પોરેટરને મેયરની ખુરશી પર બેસાડે છે.
Trending Photos
જૂનાગઢઃ જૂનાગઢ શહેરને આજે નવા પદાધિકારીઓ મળવાના છે. મહાનગર પાલિકામાં 2.5 વર્ષની મુદ્દત પૂરી થયા બાદ આજે નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની નિમણૂંક કરશે. મેયર પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. જૂનાગઢ મેયર પદની આ ટર્મ અનુસૂચિત જાતિ માટે અનામત છે.
જૂનાગઢને મળશે નવા મેયર
જૂનાગઢ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અઢી વર્ષની મુદ્દત પૂરી થયા બાદ આજે મળનાર જનરલ બોર્ડમાં નવા નામોની જાહેરાત કરવામાં આવશે. હવે જોવાનું તે રહેશે કે ભારતીય જનતા પાર્ટી કોને મેયર બનાવે છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, કમિટી ચેરમેન સહિત અન્ય પદો પર પણ નવા નામોની જાહેરાત થશે.
ગાંધીનગરમાં મળી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
જૂનાગઢના મેયર નક્કી કરવા માટે રવિવારે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. તો 5 દિવસ પહેલાં જ નિરીક્ષકોએ જૂનાગઢ પહોંચીને સેન્સ પણ લીધી હતી.
સરપ્રાઇઝ આપવા માટે ભાજપ જાણીતું
ભારતીય જનતા પાર્ટી દર વખતે એવા નામની પસંદગી કરે છે, જે ક્યારેય ચર્ચમાં હોતું નથી. ભાજપ લોકોને સરપ્રાઇઝ આપવામાં માહેર છે. આ પહેલાં મેયર પદ માટે જીતુભાઈ હિરપરાની પસંદગી થઈ ત્યારે તેઓ અમરનાથ યાત્રા પર હતા. ત્યારબાદ આધ્યાશક્તિબેન સજમુદારને મેયર બનાવાયા હતા. ત્યારબાદ ધીરૂભાઈ ગોહિલને અમેરિકાથી બોલાવી મેયરનું પદ સોંપવામાં આવ્યું હતું. આમ દર વખતે ભાજપ સરપ્રાઇઝ આપવા માટે પણ જાણીતું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે