સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વેકેશન વિતાવવા માંગો છો, તો ભવ્ય ટેન્ટ સિટીનું ભાડું જરૂર જાણી લો
અહીં આવનારા સહેલાણીઓને કુદરતનું સાંનિધ્ય મળી રહે તેવી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સંચાલકોનું કહેવું છે કે, આ ટેન્ટ સિટી જોઈને તમને જેસલમેર અને કચ્છના રણમાં બનાવાઈ છે તેવી ટેન્ટ સિટીની યાદ આવશે. ટેન્ટ સિટીમાં ટેન્ટ સિટીમાં 4500થી લઈને 24,000 સુધીનું છે
Trending Photos
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા આવનારા મહેમાનોને રોકાવાની આલિશાન વ્યવસ્થા એટલે ટેન્ટ સિટી. આ ટેન્ટ સિટી જોઈને તેમને જેસલમેન અને કચ્છના રણમાં ઉભુ કરાયેલ ટેન્ટ સિટી યાદ આવી જશે. સ્ટેચ્યુની આસપાસ થ્રીસ્ટાર હોટલ જેવી રહેવાની વ્યવસ્થા કરાઈ છે. સહેલાણીઓ અહીં રોકાઈને સ્ટેચ્યુની આસપાસનું કુદરતી સૌંદર્ય માણી શકશે. જે પ્રવાસીઓ અહીં બે-ત્રણ દિવસની મુલાકાત કરવા માંગતા હોય તેઓ માટે ટેન્ટ સિટીમાં રોકાણ બેસ્ટ વ્યવસ્થા થઈ શકે છે. સાતપુડાની વનરાજી વચ્ચે ઉભી કરાયેલ ટેન્ટ સિટીમાં મુલાકાતીઓ માટે અદભૂત વ્યવસ્થા કરાઈ છે. મુલાકાતીઓ અહીં રાતવાસો કરી શકશે. આલિશાન સુવિધાની સાથે મુલાકાતીઓને ટેન્ટ સિટીમાં ફાઈવ સ્ટાર જેવું ઈન્ટીરિયર જોવા મળશે. આમ, આનંદની સાથે તેમની ટુર આરામદાયી પણ બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે ટેન્ટ સિટીની પણ ઓનલાઈન તમામ માહિતી ઉપલબ્ધ મૂકાઈ છે. પણ, શું તમે ટેન્ટ સિટીનું ભાડું કેટલું છે તે જાણો છો. તો જો તમે દિવાળીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટુર કરવા માંગતા હોવ, અને બે-ત્રણ દિવસ કુદરતના સાંનિધ્યમાં રહેવા
માંગતા હોવ તો પહેલા ટેન્ટ સિટીના ભાડા વિશેની માહિતી અહીં ચોક્કસ મેળવી શકો છો.
અહીં આવનારા સહેલાણીઓને કુદરતનું સાંનિધ્ય મળી રહે તેવી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સંચાલકોનું કહેવું છે કે, આ ટેન્ટ સિટી જોઈને તમને જેસલમેર અને કચ્છના રણમાં બનાવાઈ છે તેવી ટેન્ટ સિટીની યાદ આવશે. ટેન્ટ સિટીમાં ટેન્ટ સિટીમાં 4500થી લઈને 24,000 સુધીનું છે. જેમાં 18 ટકા જીએસટીનો સમાવેશ થતો નથી. અહીં એસી અને નોન-એસી એમ બે અલગ અલગ પ્રકારના ટેન્ટ છે, જેમાં વ્યક્તિની પસંદગી મુજબનું ટેન્ટ તે બૂક કરાવી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તળાવ કિનારે ટેન્ટ સિટી ઊભી કરાઈ છે. જેમાં વીઆઈપી અને જનરલ એમ બે પ્રકારના ટેન્ટ બનાવાયા છે. બંન્ને અલગ અલગ સ્થળે બનાવાયેલા છે. વીઆઈપી ટેન્ટમાં પ્રીમિયમ એસી અને ડિલક્સ એસી ટેન્ટ છે. જ્યારે સામાન્ય ટેન્ટમાં નોન એસી ટેન્ટ છે. જેમાં સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટ છે.
વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે બનાવવામા આવેલ આ લક્ઝુરિયસ નેચર રિસોર્ટમાં 2 દિવસ અને 3 દિવસના પેકેજ રજૂ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
1 નાઈટ-2 દિવસ
સિંગલ શેરિંગ ટ્વિન શેરિંગ એકસ્ટ્રા પર્સન
9000 12000 4000 (પ્રીમિયમ એસી ટેન્ટ)
6750 9000 3000 (ડિલક્સ એસી ટેન્ટ)
4500 6000 2000 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)
2 નાઈટ-3 દિવસ
સિંગલ શેરિંગ ટ્વિન શેરિંગ એકસ્ટ્રા પર્સન
18000 24000 7200 (પ્રીમિયમ એસી ટેન્ટ)
13500 18000 5400 (ડિલક્સ એસી ટેન્ટ)
9000 12000 3600 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)
પેકેજમાં મુસાફરો માટે કેવી સુવિધા રહેશે
આ પેકેજ ટુરમાં મુસાફરોને ટેન્ટ સિટીમાં વિવિધ કલ્ચરલ એક્ટિવિટીઝ તથા એન્ટરટેઈનમેન્ટ એક્ટિવિટીઝ કરાવવામાં આવશે. જ્યારે કે 2 દિવસ, 3 નાઈટના પેકેજ ટુરમાં મુસાફરો સાથે ગાઈડ પણ હશે. આ પેકેજમાં મુસાફરોને રાજપીપળામા આવેલ રાજવંત પેલેસ
તથા સુર્પાનેશ્વરમાં આવેલ પ્રાચીન મંદિરની મુલાકાત પણ કરાવાશે.
ટેન્ટી સિટીની ખાસિયત
- 3 રજવાડી, 53 એસી અને 200 ડિલક્સ રૂમથી ટેન્ટ સિટી સજ્જ છે. જેમાં એસી અને નોન એસી બે પ્રકારના ટેન્ટ મળી રહેશે.
- ટેન્ટની વચ્ચોવચ પરફોર્મન્સ અને પ્લે એરિયા બનાવાયો છે, જ્યાં રોજ સાંજે વિવિધ લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો યોજાશે. મુલાકાતીઓની સાંજે રળિયામણી અને કલામય બને તેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
- રાજ્ય સરકારે 250થી વધુ આકર્ષક અને મનમોહક ટેન્ટની અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે