8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :અનલોક 1માં રાજ્યમાં 8 તારીખે મંદિરોના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે મંદિરો ખોલવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સતત બે મહિના સુધી લોકડાઉનમાં મંદિરના દરવાજા બંધ રહ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને મંદિર ખોલવામા આવશે. ત્યારે કચ્છનું પ્રખ્યાત માતાના મઢ (mata no madh) નું મંદિરના દ્વાર પણ ખૂલશે. 8 જૂનથી આશાપુરા માતાજીના દર્શન થઈ શકશે.
આરતી અને પૂજાનો સમય આ મુજબ રહેશે
સરકારના આદેશ મુજબ તા. 8 જૂનથી મંદિર દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે. પણ આરતી સમયે મંદિરમાં માત્ર પુજારી સિવાય કોઈને પ્રવેશ નહિ આપવામાં આવે. મંગળા આરતી સવારે 5.30 કલાકે, ધૂપ આરતી સવારે 9.00 કલાકે, સંધ્યા સંઘ્યા આરતી સૂર્યોદયના હાલના સમય મુજબ સાંજે 7.30 કલાકે કરવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાશે
આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ આપવામાં આવે. આ વિશએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું કે, હાલ પૂરતી કોરોના વાયરસને લીધે આ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. દર્શન સમયે બે-બે ગજ દૂરીનું અંતર રાખવું ફરજિયાત રહેશે. મોઢા પર માસ્ક પહેરેલું હશે તેમને જ અંદર પ્રવેશવા દેવાશે. મંદિરના ગેટ પાસે હાથ સાબુથી સાફ કરીને અંદર આવવા મળશે. મંદિર ટ્રસ્ટ અને સરકારના નિયમનું પાલન કરવાનું રહશે. અત્યારે રહેવા (ઉતારા) ની વ્યવસ્થા અને પ્રસાદની વ્યવસ્થા હાલ પૂરતી બંધ રાખવા આવી છે. તેમજ મંદિરમાં શ્રીફળ અને પ્રસાદ સાથે કોઈને પ્રવેશવા નહિ દેવાય. કોઈને તે મંદિરમાં મૂકવા નહિ દેવાય. આ તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે