Largest Vaccine Drive : ગુજરાતમાં વેક્સીનેશનની શરૂઆત, જુઓ કોણે કોણે લીધી પહેલી વેક્સીન
Trending Photos
- રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિકે કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે
- રસી લેનારા હેલ્થ વર્કર્સનું કહેવુ છે કે, જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી
- વેક્સીન લેનારાઓને બેજ લગાડવામાં આવ્યા
ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદીએ દેશભરમાં કોરોના વેક્સીનનો પ્રારંભ કરાવ્યો છે. તેમના સંબોધન બાદ દેશભરમાં રસીકરણનો પ્રારંભ થયો છે. તેમાં ગુજરાતમાં પણ રસીકરણ (vaccination) ની શરૂઆત થઈ છે. ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પ્રથમ રસી આપવાના સમયે હાજર રહ્યા હતા. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહીને વેક્સીન લેનારાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે.
અમદાવાદમાં પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન દેસાઈએ લીધો હતો. રસી લેનારા હેલ્થ વર્કર્સનું કહેવુ છે કે, જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી. ડર રાખવાની જરૂર નથી. જેમ પીએમ મોદીનું સંબોધન પૂરુ થયું તેમ ગુજરાતના અલગ અલગ સેન્ટર્સ પર રસી આપવાનો પ્રારંભ કરાયો હતો.
રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિકે કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે.
અમદાવાદની SVPમાં સૌથી પહેલો ડોઝ 11.25 વાગે એસ.ટી મલ્હાન તથા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવા આવ્યો. તો સુરતમાં પહેલી વેક્સીન કોરોના વોરિયરને આપવામાં આવી. સુરતની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કામ કરતા કિશન રાઠોડની પ્રથમ વેક્સીન આપવા તરીકને પસંદગી થઈ હતી.
રસી લેનારા લોકોને બેજ લગાવાયા
જે લોકોને રસી આપવાની છે, તે લોકોના મોબાઈલ પર મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો. આજે જેઓને પણ રસી આપવામાં આવી રહી છે, તેઓનુ લિસ્ટ સેન્ટર પર ઉપલબ્ધ કરાવાયું છે. જે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે તેના નામની સામે યસ ટિક કરવામાં આવી રહ્યું છે. જે લોકોને રસી આપવામાં આવી રહી છે, તે લોકોને બેજ લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યંમત્રી અને નાયબ મુખ્યમંત્રી વેક્સીન લેનારા લોકોના કપડા પર બેજ લગાવ્યા હતા.
દેશભરમાં આજથી રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાના 11 મહિના અને 14 દિવસ જેટલા સમય બાદ રસીકરણ શરૂ થયું છે. કોરોના નામની બીમારીએ લોકોને ઘરમાં બંધ રહેવા માટે મંજૂર કર્યા. એક કરોડથી વધુ લોકોને દેશમાં કોરોનાનો ચેપ લાગ્યો. લાખો લોકોના મૃત્યુ થયા. પરંતુ આજથી તેની સામે સંજીવની મળી ચૂકી છે. પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતે વિશ્વને સાબિત કરી દીધું કે તે સક્ષમ છે. સાથે જ દેશવાસીઓને શીખ આપી કે ભલે રસી આવી ગઈ પરંતુ કોરોનાના નિયમોને ભૂલવાના નથી. ગુજરાતમાં પણ 161 સેન્ટર પર 16 હજાર સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી. અમદાવાદ સિવિલમાં રસીકરણ પ્રારંભ સમયે ખુદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા. અમદાવાદમાં ડૉ. નવીન ઠાકર અને ડૉ. કેતન દેસાઈએ રસી લીધી. તેમને રસી લીધા બાદ નાયબ મુખ્યમંત્રીએ બેજ પણ પહેરાવ્યો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હાજર લઈ રસી લેનારનો ઉત્સાહ વધાર્યો. તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલ સુરતમાં રસીકરણ સમયે હાજર રહ્યા. દિલ્લીમાં એઈમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ ખુદ રસી લીધી. દેશવાસીઓમાં રસી મામલે જે ભ્રમણાઓ છે તેને દૂર કરવા માટે ડૉ. ગુલેરિયાએ ખુદ રસી લીધી અને દેશવાસીઓને રસી લેવાનો સંદેશ આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે