પોરબંદરમાં લાંબા સમયથી બંધ ફ્લાઇટ સર્વિસ ફરી એકવાર શરૂ થતા હાશકારો
Trending Photos
પોરબંદર : કોરોનાને કારણે બે વર્ષ કરતાં વધુ સમય સુધી બંધ રહેલ પોરબંદર-મુંબઈ-પોરબંદર ફ્લાઈટ સેવા કોરોનાનો ખતરો ઓછો થતા લાંબા સમય બાદ ફરી એક વખત આજથી કાર્યરત થઈ છે. કુષ્ણ સખા સુદામા અને ગાંધીજીની જન્મભૂમી કીર્તિ મંદિર સહિતની મુલાકાતે દરરોજ દેશ વિદેશથી પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લેતા હોય છે. પોરબંદર જિલ્લાનો ઘણો મોટો વર્ગ વિદેશમાં વસવાટ કરતો હોવાથી મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકો પણ ફ્લાઈટ વડે મુંબથી-પોરબંદર આવતા હોય છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પોરબંદર-મુંબઈ વચ્ચે બંધ રહેલ સ્પાઈસ જેટની ફ્લાઈટ ફરી એક વખત આજથી કાર્યરત થઈ છે.પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના ભાજપના આગેવાનોએ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરી વિદાય આપી હતી.
આ ફ્લાઈટ સેવા કાર્યરત થતાં લોકોએ મુંબઈ જવા માટે રાજકોટ અથવા અમદાવાદ સુધી જવાની જરુર નહી પડે. પોરબંદર એ દ્વારકા અને સોમનાથની મધ્યમાં આવેલ હોવાથી આ બંન્ને પ્રવાસન સ્થળે જનાર દર્શનાર્થીઓ માટે પણ આ નજીકનુ સ્થળ હોવાથી મુંબઈ-પોરબંદર ફ્લાઈટના સહારે પ્રવાસીઓ અહી મુસાફર કરતા હોય છે. હાલમાં કોરોનાના ખતરો ઓછી થતા આ ફ્લાઈટ શરુ થવાથી પ્રવાસનને પણ ફાયદો થશે સાથે જ પોરબંદરના વેપારીઓ અને દર્દીઓને પણ સારવાર માટે મુંબઈ પહોંચ્વામાં આ સેવા ખુબજ ઉપયોગી બનશે.
પોરબંદર સાથે નાતો ધરાવતો મોટો વર્ગ યુકે અને યુએસ સહિતના દેશમાં વસવાટ કરે છે. આ તમામ એનઆરઆઈ વર્ષોથી કનેક્ટિંગ ફ્લાઈટ વડે મુંબઈથી પોરબંદર આવાગમન કરતા આવ્યા છે. તો પોરબંદરના ફિશ એક્સપોર્ટ્સો પણ અવાર નવાર દેશની આર્થિક રાજધાની મુંબઈ જવા માટે આ ફ્લાઈટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે લાંબા સમય બાદ ફરી એક વખત ફ્લાઈટ સેવા શરુ થતા પોરબંદરને પ્રવાસનથી લઈને મેડીકલ ઈમરજન્સી વેળાએ દર્દીઓને રાહત મળશે આ ફ્લાઇટ સેવા ડેઇલી હશે. આજે પ્રથમ દિવસે મુંબઈથી 52 મુસાફરો આ ફ્લાઇટ વડે પોરબંદર પહોંચ્યા હતા તો 50 મુસાફરોએ પોરબંદરથી મુંબઈ માટે ઉડાન ભરી હતી.
કોરાનાને કારણે હાલમાં પોરબંદર એરપોર્ટ પણ એકપણ ફ્લાઈટ કાર્યરત ન હતી ત્યારે લાંબા સમય બાદ ફરી એક વખત પોરબંદર-મુંબઈ-પોરબંદર વચ્ચે હવાઈ સેવા શરુ થતાં મુંબઈથી પોરબંદર આવતા અને જતા પ્રવાસીઓથી લઈને વેપારીવર્ગ સહિતને જરુર ફાયદો મળશે અને પોરબંદરના પ્રવાસને ઉદ્યોગને પણ ક્યાયને ક્યાક આનો જરુરથી ફાયદો મળશે. તેમ કહી શકાય આગામી સમયમાં પોરબંદરને દિલ્હી સહિતના સ્થળો સાથે જોડતી ફ્લાઇટ સેવા શરુ થાય તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. આ સેવાઓ પણ શરુ થાય તો પોરબંદરનો વિકાસ વધુ વેગવંતો બનશે તેમ કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે