LRD પુરૂષ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી બાદ કરી અટકાયત
એલઆરડી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધારતા હવે પુરૂષ ઉમેદવારોની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. એલ આર ડી પુરુષ ઉમેદવારોએ પોતાની માગણીઓ લઈને ઘ ૪ સર્કલ દેખાવો યોજ્યો હતો.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: એલઆરડી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધારતા હવે પુરૂષ ઉમેદવારોની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. એલ આર ડી પુરુષ ઉમેદવારોએ પોતાની માગણીઓ લઈને ઘ ૪ સર્કલ દેખાવો યોજ્યો હતો. પુરૂષ ઉમેદવારો બેન સાથે ધરણા યોજ્યા હતા. વિરોધના પગલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ યુવકો દ્વારા એલઆરડી ભરતીમાં પુરૂષોની સંખ્યા વધારવા માગ કરવામાં આવી રહી છે.જોકે પોલીસ મંજૂરી વિના જ બાબાસાહેબ આંબેડકર ના પૂતળા પાસે વિરોધ કરીર અહેલા એલઆરડી યુવાનોની અટકાયત કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, એલઆરડી ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે. 80 માકર્સથી વધુ મેરિટ ધરાવતા તમામ પુરૂષોને સમાવી લેવાય એ એક જ માંગણી છે.
ઉમેદવારોનું કહેવું છે કે પોલીસ બોર્ડે ભરતી માટે બે વર્ષ જેટલો સમય પસાર કર્યો છે. તેમછતાં પેપર લીક થઇ જતાં સમગ્ર પરીક્ષા રદ કરવી પડે છે. આ વર્ષે સરકારે ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે જેઓ બે-ત્રણ વર્ષથી મહેનત કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂક્યા છે તેવા કટ ઓફ મેરિટથી નજીકના ઉમેદવારોને સમાવવા મહિલા ઉમેદવારોના સપ્રમાણમાં પુરૂષોની જગ્યા વધારવામાં આવે તેવી રજૂઆત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે