'ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ': મોરબી પુલ દુર્ઘટના બાદ માંડવીનો 100 વર્ષ જૂનો આ પુલ બંધ!

મોરબીમાં ઝૂલતો પુલ તુટી જતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે કચ્છના વહીવટી તંત્ર દ્વારા પણ કચ્છના જૂના અને જર્જરિત બ્રિજને બંધ કરવા તેમજ તેના પર વાહનવ્યવહાર બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યું છે.

'ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ': મોરબી પુલ દુર્ઘટના બાદ માંડવીનો 100 વર્ષ જૂનો આ પુલ બંધ!

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની જે હોનારત સર્જાઈ છે તેના પગલે કચ્છનું વહીવટી તંત્ર પણ જૂના બ્રિજને લઈ સતર્ક બન્યું છે અને સલામતીના ભાગરૂપે આજે માંડવી શહેર ખાતે આવેલા 130 વર્ષ જૂના રૂકમાવતી બ્રિજને કલેકટર કચેરીના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને માર્ગ વચ્ચે બેરીકેટ ગોઠવી અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

મોરબીમાં ઝૂલતો પુલ તુટી જતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે કચ્છના વહીવટી તંત્ર દ્વારા પણ કચ્છના જૂના અને જર્જરિત બ્રિજને બંધ કરવા તેમજ તેના પર વાહનવ્યવહાર બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યું છે. માંડવી નગરપાલિકા દ્વારા નવા બ્રિજ સમાંતર રહેલા રાજાશાહી વખતના જુના રૂકમાવતી બ્રિજની જર્જરિત હાલતને ધ્યાને લઇ જિલ્લા કલેકટર કચેરી તરફથી આ બ્રિજને લોકોની અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. 

તંત્રના આદેશને અનુસરીને માંડવી નગરપાલિકા દ્વારા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. 130 વર્ષ કરતા વધુ સમય પહેલા બનેલા આ પુલને થોડા સમય પહેલા જર્જરીત બનતા બંધ કરાયો હતો. અને ત્યારબાદ રાજ્ય સરકારે તેની સમકક્ષ 11 મીટર પહોડો અને 200 મીટર લાંબા પુલનુ નિર્માણ કર્યુ હતુ.

શહેરમાં પ્રવેશવા માટે 130 વર્ષ પહેલા બનેલા પુલની પણ કંઇક અલગજ યાદો છે. દરિયાના ખારા પાણી વચ્ચે પણ 130 વર્ષ કરતા વધુ સમય સુધી પુલ અડીખમ રહ્યો અને હમણા સુધી લોકો તેના પર અવર-જવર કરતા હતા.નવા બ્રીજના નિર્માણ પછી હવે જુનો બ્રીજ સંપુર્ણ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે જર્જરીત બનતા બંધ કરી દેવાનો હુકમ કરાયો છે. 

અંગ્રેજોના સમયમાં આ પુલ પથ્થરોના ચણતર વચ્ચે મજબુત રીતે બનાવાયો હતો. અને 100 વર્ષની મજબુતીની ગેરંટી સાથે જેના પરથી અસંખ્યા વાહનો પસાર થયા, અનેક વખત નદીમાં પુર આવ્યા. પરંતુ છંતા તે પુલ અડીખમ રહ્યો અને તેથી જ માંડવીની ઓળખ સાથે આ પુલની પણ એક અલગ ઓળખ છે. માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજીએ જણાવ્યું હતું કે પુલમાં તીરોડો પડી છે અને જર્જરીત બનતા અકસ્માતની શક્યતાને લઇ આ આદેશ કરાયો છે.

આ પણ જુઓ વીડિયો:-

કલેકટર કચેરી મારફતે માર્ગ અને મકાન વિભાગ તરફથી શહેરનો જૂનો રૂકમાવતી બ્રિજ સદંતર બંધ કરી દેવાની લેખિત સૂચના મુજબ બંધ કરી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે અગાઉ ભારે વાહનો માટે આ બ્રિજ પર અવરજવર બંધ હતી જ્યારે આજથી તમામ વાહનો માટે બ્રિજ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને બ્રિજના ગેટની બંને તરફ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news